બનાસકાંઠા દાંતા બુઝડા ધોધ નીચે લોકો નાહતા જોવા મળ્યા - At This Time

બનાસકાંઠા દાંતા બુઝડા ધોધ નીચે લોકો નાહતા જોવા મળ્યા


બનાસકાંઠા દાંતા બુઝડા ધોધ નીચે લોકો નાહતા જોવા મળ્યા

દાંતા થી આશરે બે કિલોમીટર દૂર આવેલ વણઝારા તળાવ પાસે માનવ મહેરામણ ઉમટયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાંતાના વણઝારા તળાવ પાસે આવેલ બુઝડો ધોધ જીવિત બનતા મોટી સંખ્યામાં લોકો ધોધ ને જોવા પહોંચી રહ્યા છે સાથે સાથે લોકો બુઝડા ધોધ નીચે નાહતા જોવા મળી રહ્યા છે આમ જોવા જઈએ તો જિલ્લા કલેકટર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે તેમ છતાં લોકોમા ઘોર બેદરકારી જોવા મળી રહી છે વધુમાં બુઝડા ધોધ નજીક પોલીસ નો કોઈ જ પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો નથી બૂઝડા ધોધ નીચે નાહતા લોકો ને જો કોઈ ઘટનાનો ભોગ બને તો જવાબદાર કોણ ?? તે પણ એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે દાંતા મામલતદાર કચેરી દ્વારા અંબાજી, હડાદ અને દાંતા પોલીસને પેટ્રોલિંગ કરવા પત્ર લખ્યો હોવા છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે
બૂઝડા ધોધ નજીક વણજારો તળાવ આવેલો છે જો આ પાણીમાં કોઈ બનાવ બને તો તેનો જવાબદાર કોણ? શું દાંતા પોલીસ કોઈ ઘટના ઘટે તેની રાહ જોઈ બેઠી છે કે કેમ જિલ્લા કલેકટર દ્વારા જ્યાં પાણી હોય ત્યાં ન જવા અપીલ કરવામાં આવી રહી છે તેવામાં લોકો બૂઝડા ધોધ નીચે નાહવા ઉમટી રહ્યા છે વણઝારા તળાવ અને બુઝડા ધોધ પાસે લોકોની ભારે ભીડ જોવા મળી મળી રહી છે ત્યારે દાંતા પોલીસ દ્વારા દાંતાની કોઈપણ નદી પર પેટ્રોલિંગ ન કરવામાં આવતું હોવાની લોકમુખે ચર્ચાઇ રહ્યું છે
બુઝડો ધોધ સહિત નદીઓ નાળા છલકાતા મોટી સંખ્યામાં લોકો આ વહેતા પાણીને જોવા ઉમટી રહ્યા છે દાંતા તાલુકાનું તંત્ર વહેલી તકે જાગે કુંભકરણ નિંદ્રામાંથી ઉઠી અને કોઈ ઘટના ઘટે તે પહેલાં તકેદારી લે તેવી લોકમાંગ ઉઠી રહી છે

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.