જસદણમાં આટકોટ પર બે રોડની વચ્ચે પડેલી કડોનું લેવલીંગ કામ હાથ ધરતા વાહન ચાલકોમાં રાહત - At This Time

જસદણમાં આટકોટ પર બે રોડની વચ્ચે પડેલી કડોનું લેવલીંગ કામ હાથ ધરતા વાહન ચાલકોમાં રાહત


જસદણમાં આટકોટ રોડ પર આવેલ ગૌરવપથમાં છેલ્લા ઘણા સમયથી બે રોડની વચ્ચે કડો જોવા મળી રહી હતી. જેના લીધે રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય છવાયો હતો. આ બાબત જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, આસિસ્ટન્ટ એન્જીનીયર એસ.બી.રાવલ, બાંધકામ શાખાના મુકુલભાઈ મહેતા સહિતને ધ્યાને આવતા તેમના દ્વારા તાત્કાલિક બે રોડની વચ્ચે પડેલી કડોનું લેવલીંગ કામ હાથ ધરવામાં આવતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.