આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક ની નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી
આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક ની નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી
દામનગર. આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક ની નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી.
સ્ટેટ ઈનોવેશન એન્ડ રિસર્ચ (SIR)ફાઉન્ડેશન અને IIM અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક-અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે ઈનોવેટીવ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.આ વર્ષે સર ફાઉન્ડેશન સોલાપુર (મહારાષ્ટ્ર)દ્વારા ગુજરાત માંથી કુલ 19 સારસ્વતોની પસંદગી કરવામાં આવી હતી.સર ફાઉન્ડેશન 2006 થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્માન કરે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દેશ ભરના ઈનોવેટીવ શિક્ષકોના ડેટા કલેક્શન કરી તેના આધારે દેશ ભરમાંથી 250 ઈનોવેટીવ આઈડિયા પસંદ કરવામાં આવ્યા હતાં. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની શ્રી આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ નાગલાની પસંદગી કરવામાં આવી અને તેમણે કરેલા ઈનોવેશન બદલ મહારાષ્ટ્ર ના પદ્મ શ્રી ગીરીરાજજી પ્રભુણે ,એચ.એન.જગતયી અને સુહાસિની શાહ ના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.અને ઈનોવેટીવ કાર્યની નોંધ લઈ તેની પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.