ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો માં દર વર્ષે ખેડૂતના સિંચાઈના પૈસા ભરનાર એક એવા કાંધલભાઈ જાડેજા
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ સિંચાઈ માટે ફરી રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવ્યું
ગોસા(ઘેડ) તાં. ૦૯/૦૧/૨૫
૮૪ કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મત વિસ્તાર ના લોકો માટે અને ખેડૂતો માટે ખારા લોક પ્રહરી રહ્યા છે. આ વિસ્તારની જનતા અને ખેડૂતો ને જયારે પણ કોઈ પણ પ્રશ્ન કનડતો હોય ત્યારે તેઓની પડખે હંમશા મદદરૂપ બની રહ્યા છે. ગત તા. ૦૨/૦૧/૨૫ ના રોજ રૂ. ૪૬,૪૦૦ ભરી પાણી છોડાવવામાં આવ્યું હતું. ત્યારે વધુ આજે રાણા ખીરસરા ડેમમાં થી પાણી છોડાવવાની મંજૂરી મળતા ભરવા પાત્ર થતી રકમ રૂ. ૧,૩૯,૨૦૦ ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ પોતાના ખર્ચે ચુકવી આપતા અને પાણી છોડાવતા ખેડુતવર્ગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
છેલ્લા ૧૨ વર્ષ થી પણ વધુ ખેડૂતો ને સિંચાઈ ની જરૂરિયાત પડે ત્યારે કાંધલભાઈ જાડેજા ખેડૂતો ને ની વ્હારે આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ ઓણ સાલ પણ ખેડૂતો ને સિંચાઈ પ્રત્યે પડતી પાણી ની અગવડતા હલ કરવા પ્રથમ બાટવાના ખારા ડેમમાંથી કુતિયાણા જ એક જ નહીં પણ માણાવદર વિસ્તરના ખેડૂતોને પણ સિંચાઈ નો લાભ મળે તે માટે બાંટવાના ખારા ડેમમાંથી રૂ. ૪૬, ૪૦૦ ભરી સિંચાઇ માટે પાણી છોડાવ્યા બાદ આજે ફરી રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવતા રવિ પાકોને ફાયદો થશે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર ભરવાની થતી રૂ. ૧,૩૯,૨૦૦ રકમ ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ પોતાના ખર્ચે ચુકવી આપતા ખેડુત વર્ગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
ડેમમાંથી રવિ સિંચાઈ માટે ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ ભરવા પાત્ર થતી ખેડૂતોની સિંચાઈ ની રકમ એકજ માસમાં બબ્બે વખત પોતાના ખર્ચે ભરતા આજ રોજ તા.૦૯/૦૧/૨૫ ના બીજી વખત પાણી છોડવામાં આવ્યું છે. જેનો વડોત્રા, ખીરસરા, અમર, રાણા કંડોરણા, ખીજદળ રાણાવાવ તાલુકાના ઠોયાણા, ભોડદર, મહિરા, જાંબુ,પાદરડી નેરાણા પોરબંદર તાલુકાના એરડા, દેરોદર સહિતના ગામોના ખેડુતોએ વાવણી કરેલ ચણા, ઘઉં જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડુત વર્ગને થશે તેમ ખેડુત આગેવાનો જણાવી રહયા છે. અને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટર વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.