સાયલા ખાતે તાલુકા કક્ષાના કૃષિ માર્ગદર્શન સેમીનાર તથા પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ યોજાયો
હાલમાં સુરેન્દ્રનગર ના દરેક તાલુકામાં કૃષિ માર્ગદર્શન સેમીનાર-વ પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે સાયલા તાલુકામાં સાયલા એ .પી. એમ.સી. માર્કેટયાર્ડ ખાતે સાયલા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે તાંત્રિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની સમજ કૃષિ તજજ્ઞો દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી. રવિ કૃષિ મહોત્સવ 2023 ના તાલુકા કક્ષાના મેળા- વ કૃષિ પરીસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ તેમજ પ્રગતિશીલ ખેડૂતના મોડલ ફાર્મ ની વિઝીટ નું આયોજન કૃષિ મહોત્સવમાં થયેલ હતું તથા લોકોને સ્થળ પર જ પ્રશ્નનો ઉકેલ આવે તે માટે સેવસેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નો શુભારંભ લીંબડી -સાયલા - -ચુડા વિધાનસભા ના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યો હતો. તથા તાલુકા પંચાયત પ્રમુખ રામસંગભાઇ બોહકીયા, તાલુકા વિકાસ અધિકારી મનહરસિંહ સોલંકી, સાયલા ના સરપંચ અજયરાજસિંહ ઝાલા, તથા તાલુકા ભાજપ મંડલ પ્રમુખ સુરીગભાઈ ધાધલ, મહામંત્રી ભરતભાઈ સોનગરા, મુકેશભાઈ કાલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવા મોરચો વિજયભાઈ શેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર, ડી, પાંચાણી તથા અન્ય આગેવાનો ગ્રામ્યવિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસના કાર્યકર્તા માં વધુ ને વધુ લોકોને આ સેવાઓનો લાભ મેળવે તથા પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે એવી કિરીટસિંહ રાણા દ્વારા સાયલા તથા ગ્રામ્ય જનતાને અપીલ કરી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.