સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૫૧ ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૫૧ ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે.


તા.17/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખાતેદારો રી-સર્વેમાં ૭/૧૨માં ક્ષતિ સુધારા માટે વાંધા અરજી આપી શકશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.- ૫૧ (લીંબડી - વઢવાણ - સુ.નગર - ધ્રાંગધ્રા - કુડા રોડ ) ના જમીન સંપાદનના કામે રી- સર્વે વાંધા અરજી સ્વીકારવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવનાર છે કચેરીના સર્વેયર દ્વારા સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ સુધી વિવિધ ગામોમાં કેમ્પ યોજાશે જે અંતર્ગત બાકરથળી ગામના ખાતેદારો માટે તા.૧૯/૦૧/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી બાકરથળી ખાતે, દુધરેજ ગામના ખાતેદારો માટે તા.૨૦/૦૧/૨૩ ના રોજ ડી.આઈ.એલ.આર કચેરી, સર્વે ભુવન- સુરેન્દ્રનગર ખાતે, મૂળચંદ ગામના ખાતેદારો માટે તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી -મૂળચંદ ખાતે, રાજપર ગામના ખાતેદારો માટે તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી રાજપર ખાતે, કટુડા ગામના ખાતેદારો માટે તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી- કટુડા ખાતે, લટુડા ગામના ખાતેદારો માટે તા.૨૫/૦૧/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી-લટુડા ખાતે, ભદ્રેશી ગામના ખાતેદારો માટે તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી- ભદ્રેશી ખાતે, નાના કેરાળા ગામના ખાતેદારો માટે તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી- નાના કેરાળા ખાતે, સાંકળી ગામના ખાતેદારો માટે તા.૦૪/૦૨/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત કચેરી- સાંકળી ખાતે કેમ્પ યોજાનાર છે કેમ્પમાં ઉપરોક્ત ગામના ખાતેદારોને રી-સર્વેમાં ૭/૧૨માં ક્ષતિ આવેલ હોય તેવા ખાતેદારો પોતાના ૭/૧૨ સાથે કેમ્પમાં રી-સર્વે ક્ષતિ સુધારા વાંધા અરજી આપી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.