ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના વિધાર્થીઓને સન્માનિત કરાશે. - At This Time

ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના વિધાર્થીઓને સન્માનિત કરાશે.


ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

12 જુલાઇ સુધીમાં ટોકન મેળવી લેવા જણાવાયું

ગઢડા(સ્વામીના) શહેર તથા સમસ્ત તાલુકા કોળી સમાજના ઉપક્રમે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે. આ સામાજીક સન્માન કાર્યક્રમ 28 જૂલાઈ, રવિવારે નૂતન વિદ્યાલય ખાતે મહાનુભાવો અને સંતોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.

આ તેજસ્વીતા સન્માન દરમિયાન ધોરણ 8-9 માં 75% તથા ધોરણ 10-12 આર્ટસ - કોમર્સ અને ધોરણ 11-12 સાયન્સ માં 65% તથા સ્નાતક - અનુસ્નાતક અને સમકક્ષ પી.ટી.સી., બી.એડ માટે 60% પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2023-2024 માટેના તેજસ્વીતા સન્માન માટે યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોડામાં મોડા તા.12- 7-24 સુધીમાં માર્કશીટની નકલ પાછળ નામ સરનામું અને મોબાઈલ નંબર લખીને જમાં કરાવી ફરજિયાત ટોકન મેળવી લેવા અનુરોધ કરવામાં આવેલ છે. આ માર્કશીટ ની નકલ તથા વિગત પ્રકાશભાઈ સાંકળીયા (ગઢડા), હરેશભાઈ સરવૈયા (ટાટમ), નરેશભાઈ મામેરીયા (ગઢડા) અને રજનીભાઇ ધોરીયા (ઢસાગામ) સંજયભાઈ મકવાણા (ઢસાગામ) પાસે જમાં કરાવી ટોકન મેળવી લેવા અને વધારે માહિતી માટે પ્રમુખ નરેશભાઇ મકવાણા તથા મહામંત્રી અશોકભાઈ ડેરવાળીયા નો સંપર્ક કરવા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.