માળિયા હાટીના તાલુકામા પલ્સ પોલિયો રાઉન્ડ કેમ્પ યોજાણો
માળિયા હાટીના તાલુકામા પલ્સ પોલિયો રાઉન્ડ કેમ્પ યોજાયો હતો જેમાં તાલુકાના તમામ ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલિયોના રસી આપવામાં આવી હતી , ખાસ કરીને તાલુકા મા તમામ ૬૮ ગામો માં ટોટલ ૧૦૪ બુથ પર લગભગ ૩૪૭ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો અને અન્ય સ્વયંસેવકો એ આ કામગીરી કરી હતી. જેમાં તાલુકાના ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તમામ બુથો પર જિલ્લા પંચાયત ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, જિલ્લા પંચાયત સદસ્ય ઠાકરશી ભાઈ જાવીયા, તાલુકા પંચાયત સદસ્ય કાનજી ભાઈ યાદવ, તાલુકા પંચાયત જીવાલાલ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, ડો કરમટા, સરપંચ બાબુભાઇ મોકરિયા, સામાજીક કાર્યકર રાજેશ પરમાર ,મહા મંત્રી ડી.કે.સીસોદીયા , ખેડૂત આગેવાન દોલુભાઈ સીસોદીયા તેમજ ગામના તેમજ સમાજના આગેવાનો દ્વારા ઉદ્ઘાટન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.આભા મલ્હોત્રા મેડમ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ, તાલુકાના તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ એ આ કામગીરી નું મોનીટરીંગ સુપરવિઝન કરેલ હતું અને કોઈપણ બાળક પોલિયોના ટીપા પીવા વગર રહી નાં જાય તે સુનિશ્ચિત કર્યું હતું
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.