જુનાગઢ-હસ્તગીરી રૂટની એસ.ટી.બસ ફરી સાંજના જુનાગઢ ચલાવવા તથા સાવરકુંડલા સુધી રૂટ ટૂકાવેલ હોય તે રાજુલા સુધી ચલાવવા ટિમ ગબ્બરની માંગ
જુનાગઢ-હસ્તગીરી રૂટની એસ.ટી.બસ ફરી સાંજના જુનાગઢ ચલાવવા તથા સાવરકુંડલા સુધી રૂટ ટૂકાવેલ હોય તે રાજુલા સુધી ચલાવવા ટિમ ગબ્બરની માંગવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વાહનવ્યવહારમંત્રી,મુખ્યમંત્રી ટ્રાફિકકન્ટ્રોલર, જુનાગઢ, ડેપોમેનેજર, જુનાગઢવિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, જુનાગઢ ડેપો દ્વારા ચલાવવામાં આવતી બસ જુનાગઢ હસ્તગીરીની એસ.ટી.બસનો રુટ જુનાગઢ ડેપો દ્વારા ટુંકાવી નાખવામાં આવેલ હોય તેમજ આ રૂટ સાવરકુંડલા સુધીનો કરી નાખવામાં આવેલ હોવાની રજુઆત મળેલ છે તો આ રુટ ને રાજુલા સુધી લંબાવવામાં આવે તો વિસાવદર તાલુકાના ધણા જ ગામડાંને આનો લાભ મળે કારણ કે વિસાવદરથી રાજુલા સુધી જવા માટે વહેલી સવારે ૪.૦૦ કલાકે એક જ બસ છે સતાધાર-મહુવા જે સાવરકુંડલા ડેપો દ્વારા ચલાવવામાં આવે છે ત્યારબાદ બપોર પછી અંદાજે એક જ બસ જુનાગઢ થી રાજુલા છે જે વિસાવદરથી બપોરના ૪.૦૦ કલાક આસપાસ છે તો જુનાગઢ ડેપો દ્વારા હસ્તગીરીનો રુટ ટુંકાવી નાખવામાં આવ્યો છે તેને રાજુલાસુધી લંબાવવામાં આવે તો વિસાવદરની મુસાફર જનતાને આનો લાભ મળે અને સવારમાં વિસાવદર થી ધારી,ખાંભા,ડેડાણ,રાજુલા સુધીની બસ પણ મળે અને મુસાફર જનતાની સુખાકારીમાં વધારો થાય તો આ વિષે ઘટતું કરવા વિસાવદરની જનતાની માંગ છે.સાવરકુંડલા થી જુનાગઢ રુટ તો પુરા દિવસમાં ૩/૪ ચાલે જ છે જે સાવરકુંડલા ડેપો દ્વારા ચલાવવામાં આવે છે પણ રાજુલા સુધી જવા માટે સવાર માં ૪ કલાકે એક જ બસ છે જે ધણો જ વહેલો ટાઇમ છે જો આ હસ્તગીરી બસ જે ટુંકાવી નાખવામાં આવી છે તે જ રુટીન ટાઇમ મુજબ રાજુલા સુધી કરવામાં આવે તથા સાંજના સમયે આ બસ જુનાગઢ જે સમયે જતી તેજ સમયે ચાલુ કરવામાં આવે તો લોકોને તથા સરકારી નોકરિયાતોને અપડાઉન કરવામાં ખૂબ જ અનુકૂળતા પડે તેમ છે આ ઉપરાંત પૂરતો ટ્રાફિક મળી રહેવાથી એસ.ટી.ને પણ સારી એવી આવક મળે તેમ છે.અમારી ટિમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબી કારણની હોય તાત્કાલિક સમયમાં ફેરફાર કરી રૂટ લંબાવી આપવા તથા જુનાગઢ જવા સાંજના સમયે આ બસને ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છેટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.