વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા સ્ટાફના સભ્યો હાજરરહ્યા - At This Time

વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા સ્ટાફના સભ્યો હાજરરહ્યા


વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા સ્ટાફના સભ્યો હાજર
વિસાવદર કોર્ટમાં આજરોજ તા.૧૨/૭/૨૪ના રોજ એડિશનલ સેસન્સ જજ શ્રીજે.એલ.શ્રીમાળી સાહેબ તથા વિસાવદર સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ શ્રીએસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા વૃક્ષારોપણ તથા રોપાવિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બારએસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ધાધલ તથા સિનિયર એડવોકેટશ્રી ડી.એમ. શાહ, રાજુભાઇ દવે,સીરાજભાઈ માડકીયા, એ.બી. દુધરેજીયા, યુ.બી. દાહીમા,હરેશભાઈ સાવલીયા,નયનભાઇ જોશી અને વિસાવદર કોર્ટના રજીસ્ટાર એસ.જે લકકડ ,પી.પી.પાણેરી તથા તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઇ ભટ્ટી તથા તમામ કોર્ટ સ્ટાફ દ્વારા પણ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર.એફ.ઓ. બી.જી.વિકમાં તથા વિસાવદર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પણ હાજર રહી સહકાર આપેલ હતો. આ તકે વિસાવદર મુખ્ય ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ દ્વારા વૃક્ષારોપણ શા માટે જરૂરી છે અને વૃક્ષનું આપણા જીવનમાં શુ મહત્વ હોય છે તેના વિશે વિસ્તુત માહિતી આપી જણાવેલ કે,આજના દિવસે માત્ર વૃક્ષારોપણ કરવાથી આપણી જવાબદારી પુરી થઈ જતી નથી જેમ આપણે આપણા બાળકની કાળજી લઈએ તે રીતે આપણે આ વૃક્ષો ની કાળજી લઈ માવજત કરવી જોઈએ અને દેશના લોકોએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જોઈએ અને વૃક્ષ આપણા જીવનમાં એક છત્રછાયા સમાન હોવાની માહિતી આપેલ હતી અને આ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે યોજવામાં આવેલ હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.