વિસાવદર લાયન્સ કલબ નો દબદબાભર્યા વરસાદી માહોલમાં શપથગ્રહણ સમારોહ સંપન્ન. - At This Time

વિસાવદર લાયન્સ કલબ નો દબદબાભર્યા વરસાદી માહોલમાં શપથગ્રહણ સમારોહ સંપન્ન.


વિસાવદર લાયન્સ કલબ નો દબદબાભર્યા વરસાદી માહોલમાં શપથગ્રહણ સમારોહ સંપન્ન.
વિસાવદર : તાજેતરમાં એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ ના ઓડીટોરીયમ હોલ ખાતે લાયન્સ કલબ વિસાવદર ના વર્ષ ૨૦૨૩/૨૪ ના હોદેદારશ્રીઓનો શપથગ્રહણ સમારોહ વરસાદી માહોલ મા સંપન્ન થયેલ. જેમાં પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, સેક્રેટરી ભાવેશભાઇ પદમાણી સહિતની સમગ્ર ટીમ નો ઈન્સ્ટોલેશન લાયન્સ કલબ વિસાવદર ના ડ્રિસ્ટિકટ ચેરપર્સન ભાસ્કરભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનેશનલ ઓફીસર પી. એમ. જે. એફ. ફ્સર્ટ વી. જી.ડી.લાયન રમેશચંદ્ર રૂપાલા તેમજ પી. એમ. જે. એફ./પી.ડી.જી લાયન ચંદ્રકાન્તભાઈ દફતરી દ્વારા શપથગ્રહણ સમારોહ સંપન્ન થયેલ. સમારોહ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, વિસાવદર વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, શ્રીમતી રશ્મિકાબેન રમેશચંદ્ર રૂપાલા,તેમજ અન્ય મહાનુભાવો વિસાવદર તાલુકા ભાજપ મહામંત્રી પરસોતમભાઈ પદમાણી, જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઈ દુધાત્રા, સાંઈનાથ ક્રેડિટ કૉ ઓપરેટિવ સોસાયટી ના ચેરમેન ગિજુભાઈ વિકમા, વિસાવદર ડાયમંડ એસોસિએશન ના પ્રેસિડેન્ટ વિજયભાઈ રીબડીયા, સહિતના મહાનુભાવો તેમજ નગરશ્રેષ્ઠીઓ, પત્રકારશ્રીઓ , સન્માનિત વ્યકિત વિશેષ, સન્માનિત વિદ્યાર્થીઓ, એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તેમજ બહોળી સંખ્યામાં માતાઓ બહેનો સહિતના ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ દરમિયાન સૌ માટે સ્વાદિષ્ટ ભોજન નું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ નુ સફળ સંચાલન રમણીકભાઈ ગોહેલ તેમજ વનરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.