રાણપુર પાસે લોયાધામમાં હરિજયંતિના પવિત્ર દિવસે ઉજવાયો ખારેક ઉત્સવ
રાણપુર પાસે લોયાધામમાં હરિજયંતિના પવિત્ર દિવસે ઉજવાયો ખારેક ઉત્સવ
સ્વામિનારાયણ સંપ્રદાયનું એતિહાસિક ધામ એટલે લોયાધામ... જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે શાકોત્સવના શ્રી ગણેશ કર્યા.ભગવાને અનેક લીલાઓ કરી આ ધરાને ભાગ્યવંતી કરી.
પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ ધામનો જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે.ભગવાનના ચેતનવંતા મંદિરો બનાવવા સંતો ખુબ જહેમત ઉઠાવી ગામડે ગામડે વિચરણ કરે છે.
લોયાધામમાં હરીજયંતી કહેતા શુક્લપક્ષની નવમી તિથિનો ખુબ મહિમા છે.આ દિવસે હરિભક્તો ઉમટી પડે છે.શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં તારીખ ૮-૬-૨૦૨૨, શુક્રવાર હરિજયંતી ના પવિત્ર દિવસે સભાની સાથોસાથ ખારેક ઉત્સવનું આયોજન થયું હતું.આસપાસના ગ્રામ્યવિસ્તારના હરિભક્તો આવી નિજ મંદિર માં બિરાજિત ઘનશ્યામ મહારાજના દર્શન અને પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની કથાવાર્તાનો અલભ્ય લાભ લીધો હતો. ઠાકોરજી મહારાજ સમક્ષ ખારેકનો અન્નકૂટ ધરાવ્યો હતો.સભાને અંતે અન્નકૂટની આરતી કરી પ્રસાદ લઇ સહુ છુટા પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.