વિયેતનામના હોલીડે પેકેજના નામે વેપારી સાથે રૂ.1.50 લાખની છેતરપીંડી - At This Time

વિયેતનામના હોલીડે પેકેજના નામે વેપારી સાથે રૂ.1.50 લાખની છેતરપીંડી


વિયેતનામના હોલીડે પેકેજના નામે વેપારી સાથે ધ પાર્ક પિવેરા હોલીડે કંપનીના શખસોએ રૂ.1.50 લાખની છેતરપીંડી કરતાં સાયનર ક્રાઇમમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે નાના મવા રોડ પર આવેલ કરણ પાર્ક શેરી નં.2 માં રહેતાં દીલીપભાઈ રસીકભાઈ લુણાગરીયા (ઉ.વ.37) એ આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગજાનંદ એન્ટરપ્રાઈઝ નામની પેઢીથી ઓટો પાર્ટ્સના ઈમ્પોર્ટનો વેપાર છે.
તેઓનું એકાઉન્ટ એચ.ડી.એફ.સી.બેંકમાં આવેલ છે. ગઈ તા. 06/07/2023 ના સાતમ-આઠમના તહેવાર ઉપર અઠવાડીયા માટે ફરવા જવાનુ નક્કી થયેલ જેથી તેઓએ ગૂગલ પર ઉપર હોલીડે પેકેજ માટે સર્ચ કરેલ જેમા ધ પાર્ક પિવેરા હોલીડે પ્રા.લીનુ વેબ પેજ જોવા મળેલ હતુ. જેમાં તેઓએ તપાસ કરતાં સાંજના મો. નં. 8401780107 માંથી કોલ આવેલ અને જણાવેલ કે, હુ ધ પાર્ક પિવેરા હોલીડે પ્રા.લી અમદાવાદથી બોલુ છુ અને બાદ વિયેતનામનુ છ રાત અને સાત દિવસનુ પેકેજ પર પર્સન દીઠ રૂ.75000 નુ આપેલ હતુ. જેથી પતી-પત્નીના આ પેકેજ ના કૂલ રૂ.1.50 લાખ જણાવેલ હતા. બાદતા.07/07/2023 ના તેનો ફોન આવેલ અને પેમેન્ટ કરવા માટે કહેતાં ફરિયાદીએ ક્રેડીટ કાર્ડ નંબર અને સી.વી.વી. કોડ આપેલ હતો.
બાદમાં રાત્રીના સમયે તેઓના મોબાઈલમાં રૂ.1.25 લાખ અને રૂ.25 હજાર કેડીટ કાર્ડમાંથી ડેબીટ થયાનો મેસેજ આવેલ હતો. ત્યાર બાદ થોડા દિવસ સુધી સામેવાળાએ આપેલ અલગ અલગ મોબાઈલ નંબર પર પેકેજ બાબતે વાતચીત થયેલ હતી. સાતમ-આઠમ પહેલા પેકેજ મળી જસે તેમ જણાવેલ હતુ. પરંતુ સાતમ-આઠમ ઉપર કોઈ પેકેજ મળેલ નહી. બાદમાં સામાવાળાને ફોન કરી પુછતા જણાવેલ કે, હાલ ટીકીટ બૂક થઈ શકેલ નથી જેથી તમને દીવાળી ઉપર પેકેજ મળી જશે બાદ દીવાળી પણ નજીક આવી ગયેલ પરંતુ કોઈ પેકેજ મળેલ નહીં જેથી તેઓની સાથે ફ્રોડ થયેલની જાણ થતાં સાયબર ક્રાઈમ સેલ 1930 માં ફોન કરી ફરીયાદ કરેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.