સબકા સાથ સબકા વિકાસ ની હવા કાઢી નાખતા સત્તાધીશો ઠાંસા દલિત જનપ્રતિનિધિ પ્રત્યે ભેદભાવ કેમ ? ત્રણ ત્રણ સામાન્ય સભા ના એજન્ડા ન બજાવી મનમાની સામે ડી ડી ઓ ટી ડી ઓ સુધી ન્યાય સમિતિ ના ચેરમેન ની ફરિયાદ - At This Time

સબકા સાથ સબકા વિકાસ ની હવા કાઢી નાખતા સત્તાધીશો ઠાંસા દલિત જનપ્રતિનિધિ પ્રત્યે ભેદભાવ કેમ ? ત્રણ ત્રણ સામાન્ય સભા ના એજન્ડા ન બજાવી મનમાની સામે ડી ડી ઓ ટી ડી ઓ સુધી ન્યાય સમિતિ ના ચેરમેન ની ફરિયાદ


સબકા સાથ સબકા વિકાસ ની હવા કાઢી નાખતા સત્તાધીશો

ઠાંસા દલિત જનપ્રતિનિધિ પ્રત્યે ભેદભાવ કેમ ?

ત્રણ ત્રણ સામાન્ય સભા ના એજન્ડા ન બજાવી મનમાની સામે ડી ડી ઓ ટી ડી ઓ સુધી ન્યાય સમિતિ ના ચેરમેન ની ફરિયાદ

દામનગર ના ઠાંસા ગામે ગ્રામ પંચાયત ના ચૂંટાયેલ સત્તાધીશો ની મનમાની સામે સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન સાંમતભાઈ પરમાર ની અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ ત્રણ ત્રણ સામાન્ય સભા ઓમાં એજન્ડા ન બજાવી મનમાની મીટીંગો માં હિત સંબંધી જોગવાઈ વિરુદ્ધ ઠરાવો કરી દલિત અનુસૂચિત જાતિ એસ સી એસ ટી પ્રત્યે ભેદભાવ કેમ ? બંધારણ ના ૭૩ માં સુધારા ૧૯૯૨ થી ત્રીજા સ્તર ની બનાવી દેવાય તેમાં પણ નાના ગ્રામ્ય વિસ્તારો માં છેલ્લા ઘણા સમય થી ઠાંસા ગ્રામ પંચાયત માં દલિત પરિવારો પ્રત્યે ભારે ભેદભાવ યુક્ત અન્યાય કરાય રહ્યો છે ચૂંટાયેલ જન પ્રતિનિધિ ઓને સામાન્ય સભા ના એજન્ડા ન બજાવી બંધારણીય હક્ક અધિકાર ઉપર તપાર મારવા ના વધતા કિસ્સા સામે સ્થાનિક જુના આગેવાન સામત પરમાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત નાગરિક અધિકારીતા વિભાગ સહિત સબંધ કરતા તંત્ર ને લેખિત ફરિયાદ ઠાંસા ગ્રામ પંચાયત માં સત્તાધીશો સિવાય ના વ્યક્તિ ઓ દ્વારા વહીવટ કેમ ? પંચાયત અધિનયમ ની હિત સબંધ ની વિરુદ્ધ અંગત વ્યક્તિ ઓને સરકારી કામો મેળવવા કેટલા વ્યાજબી ? જેવા અનેક સવાલો સાથે સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન સામત પરમાર દ્વારા તકેદારી અયોગ સુધી ફરિયાદો કરાય છે ત્યારે ઠાંસા ગ્રામ પંચાયત ના છેલ્લા પાંચ વર્ષ ના ઓડિટ અહેવાલ અને પારા ઓ અને પંચાયત વિભાગે યોગ્ય નિયત્રણ અને તપાસ કરવી જરૂરી મોટા ભાગ ના પ્રોસાઇડીગ માં મીટીંગો ના મહિના ઓ બાદ સહી કરાતી રહે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.