પ્રભાસ પાટણમાં અનઅધિકૃત હંગામી રહેઠાણોનું દબાણ દૂર કરવામાં આવ્યું. - At This Time

પ્રભાસ પાટણમાં અનઅધિકૃત હંગામી રહેઠાણોનું દબાણ દૂર કરવામાં આવ્યું.


પ્રભાસ પાટણ ગામના સર્વે નંબર ૧૮૫૨ પૈકીની શ્રી સરકારની જમીનમાં આવેલ હંગામી રહેઠાણોનું દબાણ પોલીસ પ્રોટેકશન સાથે દૂર કરવામાં આવ્યું.
હાલ આ જમીન પર આશરે ૩૦ થી ૩૫ આસામીઓ દ્વારા ફરી હંગામી રહેઠાણો બનાવીને અનઅધિકૃત પ્રવેશ કરવામાં આવ્યો હતો.
જે ધ્યાને આવતાં તેઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા બાબતે સમજૂતિ આપવામાં આવી હતી. પરંતુ, દબાણદાર દ્વારા દબાણ ખુલ્લું કરવા બાબતે ઇન્કાર કરતા આજ તા્. ૬ ઓગસ્ટના રોજ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી મહેસૂલી, પોલીસ તથા નગરપાલિકા, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ ફાયર વિભાગને સાથે રાખી તમામ હંગામી રહેઠાણોનું દબાણ કોઈ પણ અવરોધ વગર દૂર કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.