ધંધુકા તાલુકાના બાજરડા ગામે નવીન મૂકાયેલાટીસી માં ખામી સર્જાતા ફરી લોકો વીજ પુરવઠાથી વંચિત રહયા.
ધંધુકા તાલુકાના બાજરડા ગામે નવીન મૂકાયેલાટીસી માં ખામી સર્જાતા ફરી લોકો વીજ પુરવઠાથી વંચિત રહયા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા વીજ કંપનીના લોલમલોલ વહીવટ થી પ્રજા હેરાન પરેશાન : સ્ટાફ નો બદલાવ જરૂરી?
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી યુજીવીસીએલ કંપની નો વહીવટ દિવસે ને દિવસે કથળી રહયો તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતા નથી તેથી તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. ધંધુકા તાલુકાના બાજરડા ગામે ગ્રામ પંચાયત કચેરી આગળ થોડા દિવસ પહેલા ટીસી બળી ગયું હતું અને આ ટીસી ને નવું મૂકતા છ દિવસ જેટલો સમય લાગ્યો અને છ દિવસ સુધી આ વિસ્તારના રહીશો વીજ પુરવઠા થી વંચિત રહયા પરંતુ જ્યારે શનિવારે બપોરે આ ટીસી બદલી ને નવું મૂકવામાં આવ્યું પણ આ ટીસીમા એકાદ કલાક માજ ખામી સર્જાતા ફરી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.આમ તંત્રના જવાબદાર અધિકારીઓને ચોમાસાની મૠતુમાં પ્રજાની કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા ગુરૂવારે જન સંવાદ કાર્યક્રમ યોજીને તાલુકામા લોકોને હાલાકી ન પડે તે માટે તમામ અધિકારીઓ ને સુચના આપી લોકોની રજૂઆતો નું તાત્કાલિક નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમ છતાં ધંધુકા યુજીવીસીએલ કચેરીના બાબુઓ ધારાસભ્યની સુચના ને ઘોળીને પી ગયા હોય તેમ લાપરવાહી દાખવતા હોય તેવું લાગી રહ્યું છે.આ અંગે આ કચેરીમાં ફરજ બજાવતા કામચોર કર્મચારીઓનો ધરમૂળથી ફેરફાર થાય તે જરૂરી બન્યું છે .
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.