રાજકોટની શોભા વધારવા લાખોનાં ખર્ચે બનેલા સર્કલ તોડી નાના કરવાની કામગીરી શરૂ, સુરતની એજન્સીનાં અભિપ્રાય મુજબ નિર્ણય
રાજકોટ શહેરની શોભા વધારવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરનાં વિવિધ મુખ્ય ચોકમાં વિશાળ સર્કલ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, આ સર્કલનાં કારણે ટ્રાફિકજામ થવાની શક્યતા મનપાને દેખાઈ નહોતી. આ કારણે લાખો રૂપિયાનાં ખર્ચે આકર્ષક સર્કલ ઊભા કરાયા હતા. જોકે, ટ્રાફિકજામ થવાનું કારણ આ મસમોટા સર્કલ હોવાનો અભિપ્રાય સુરતની એજન્સીએ આપ્યા બાદ આ સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવાયો હતો. જે કામગીરી શરૂ કરવામાં આવી છે.
કયા કયા સર્કલ કપાશે?
(1) રૈયા એકસચેંજ ચોક
(ર) કોટેચા ચોક
(3) ગ્રીનલેન્ડ ચોક
(4) ભકિતનગર સર્કલ
(પ) જિલ્લા પંચાયત ચોક
(6) આજી ડેમ સર્કલ
(7) અમુલ સર્કલ (80 ફુટ રોડ)
(8) ચુનારાવાડ ચોક સર્કલ
(9) સોરઠીયાવાડી ચોક
(10) મોકાજી સર્કલ ચોક
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.