નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવડ ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
નેત્રંગ અને વાલીયા તાલુકા નાં આર્થિક રીતે નબળા વર્ગો નાં વિકાસ ની સાથે સાથે આ વિસ્તાર માં સામાજિક અને વૈચારિક ક્રાંતિ લાવનારી આ વિસ્તાર ની જીવાદોરી સમાન શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., ચાસવડ ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા મંડળી ખાતે તારીખ : ૧૨-૦૯-૨૦૨૪ ને ગુરુવાર નાં રોજ સભાસદો અને આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિ મા સંપન્ન થઈ. આ વિસ્તાર નાં વરિષ્ઠ અને બુઝુર્ગ એવા સભાસદ લખાભાઈ પુનિયાભાઈ વસાવા – કોયલીમાંડવી નાં અધ્યક્ષસ્થાને આજ ની સભા મળી. સભા માં અંદાજે ૧૫૦૦ જેટલી સંખ્યામા સભાસદો ઉપસ્થિત રહ્યા. મંડળી નાં પ્રમુખ કવિભાઈ કે. વસાવા તરફ થી સભાસદો નું શાબ્દિક સ્વાગત સાથે કમિટી સભ્યો તરફ થી આમંત્રિત મહેમાનોનું પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું.
મંડળીનાં પ્રમુખ કવિભાઈ કે. વસાવાએ મંડળીની વિકાસગાથા ના વર્ણન – કામગીરી સાથે સભાસદો માટે લીધેલ રૂ. ૫ લાખ ની અને બિનસભાસદો માટે લેવામા આવેલ રૂ .૨ લાખ ની અકસ્માત વીમા કવચ ની માહિતી આપી. મંડળી નાં સભાસદ નાં અવસાન પ્રસંગે અંતિમ વિધી- ક્રિયાકાંડ માટે રકમ રૂપિયા ૩૦,૦૦૦/- આર્થિક સહાય આપવાની પ્રમુખશ્રી ની દરખાસ્ત ને હાજર સભાસદો એ મંજૂરી આપી.
અકસ્માત થી મરણ પામેલ એવા બે બિનસભાસદો ના સગા-સંબંધીને અકસ્માત વીમા પેટે રૂપિયા ૨ લાખ ના ચેકો નું વિતરણ કરવામાં આવ્યું. સભાસદો /દુધઉત્પાદકો અને દુધ સેન્ટર નાં એજન્ટમિત્રો ની સારી કામગીરી ના કદર રૂપે ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામા આવ્યા.
આભારવિધી મંડળી નાં ઉપપ્રમુખ અરવિંદભાઇ વી. વસાવા તરફ થી કરવામાં આવી. સભા સમાપન બાદ સ્વરૂચિ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.