રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમે ‘માડી’ ગરબાનાં તાલે 1 લાખ લોકો ઝૂમશે, કાર્યક્રમમાં 20થી વધુ સેલ્ફી પોઇન્ટ હશે
રાજકોટ-ગુજરાતની ઓળખ જ ‘ગરબો’ છે. નવરાત્રિ તો ઠીક, અન્ય ઉત્સવોમાં પણ લોકો ગરબાના તાલે ઝુમતા હોય છે. નવરાત્રિ પછી પણ શરદ પુનમ સુધી ગરબાનો માહોલ જામેલો જ હોય છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં શરદપુનમે PM મોદી લિખિત ગરબાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. કારણ કે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં 'માડી' ગરબાનાં તાલે 1 લાખ લોકો ઝૂમશે. તેમજ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ કાર્યક્રમનો ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડન તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. સાથે જ ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ અને 'સે નો ટુ ડ્રગ્સ' સૂત્ર સાથે અભિયાનનો પ્રારંભ કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં 20થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. તેમજ 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.