ધજાળા પોલીસ દ્વારા ઈક્કો ગાડી દારૂ ના જથ્થા સાથે પકડી પડ્યો. - At This Time

ધજાળા પોલીસ દ્વારા ઈક્કો ગાડી દારૂ ના જથ્થા સાથે પકડી પડ્યો.


સાયલા પંથક માં અવારનવાર દારૂ નો જથ્થો પકડવા માં પોલીસને સફળતા મળી છે. જ્યારે ધજાળા પોલીસ દ્વારા ચોક્કસ બાતમી ના આધારે દારૂ ભરીને જતી ઈક્કો ગાડી પકડી પાડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ધજાળા પોલીસ ટીમ દ્રારા ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ધજાળા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ વી.એસ.ભુવાત્રાનાઓને ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, નાના માત્રા ગામેથી તા.વીંછીયા ગામેથી એક ઇક્કો ગાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નાના હરણીયા ગામ તરફ જવાનો છે. જેના રજી નંબર GJ-36-2669 છે. જે હકિકત આધારે ધજાળા પોલીસ ટીમ વોચ મા હતી તે દરમ્યાન હકિકત વાળી ઈક્કો ગાડી આવતા તેને ઉભી રખાવવાનો ઇશારો કરતા તે ફુલ સ્પીડથી ભગાડેલ અને ત્યાર બાદ તેનો પછો કરતા ડ્રાઇવર ગાડી મુકીને બાજુના જંગલમા નાશી ગયો હતો.ઈક્કો ગાડી માથી જુદા જુદા બ્રાન્ડ ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મીલીની બોટલ નંગ-૨૪ તથા ૧૮૦ મીલીની બોટલ નંગ-૨૩૬ એમ બંનેની કિ.રૂ.૩૦૮૦૦/- તથા ઈક્કો ગાડીની કિ.રૂ.૨.૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂ.૨૩૦૮૦૦/-નો મુદામાલ પકડી પાડી ઈક્કો ગાડીના માલીક વિરૂધ્ધ ધજાળા પો.સ્ટે.માં પ્રોહી ધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

૧) પો.સબ.ઇન્સ શ્રી ડી.ડી.ચુડાસમા
(૨) પો.હેડ.કોન્સ. વી.એસ.ભુવાત્રા
(૩) પો.કોન્સ સંજયભાઇ વી.ડાભી
(૪) પો.કોન્સ ભરતભાઇ જે.જીડીયા
(૫) પો.કોન્સ.હિતેશભાઈ વી.જીડીયા

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.