દાહોદ જિલ્લા કલેકટર ડો યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. - At This Time

દાહોદ જિલ્લા કલેકટર ડો યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.


દાહોદ:- સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત અંતર્ગત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા,નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ,પ્રાંત અધિકારી નીલાંજશા રાજપૂત, પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સકીના વ્હોરા,નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, સહિત અન્ય સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image