વિસાવદર ગીરના ખોળે પ્રકૃતિ અનોખો નજારો જોવા મળ્યો. - At This Time

વિસાવદર ગીરના ખોળે પ્રકૃતિ અનોખો નજારો જોવા મળ્યો.


વિસાવદર ગીરના ખોળે પ્રકૃતિ અનોખો નજારો જોવા મળ્યો.
વિસાવદર એટલે ગાંડી ગીરનુ બોર્ડર વિસ્તાર અહીં જતી સતી શૂરવીર અને ભક્તોની ભૂમિ છે અહીં વીર બાવા વાળા થી લઈ આઈ નાગબાઈ અને જગ પ્રખ્યાત આપા ગીગાના બેસણા છે. આમ આ ધરતી અતિ પવિત્ર છે. તેની સાથે સાથે અહીં ગીર વિસ્તાર હોવાથી ડાલા મથા સાવજોની પણ ડાણક સાંભળવા મળે છે. તો બીજી તરફ ગીરની આ લીલુડી ધરતી પર અત્યારે ફાગણ માસ નજીક હોવાથી કેસુડા પણ અનોખો નજારો આપૅ છે. હોળી ધુળેટીનો સમય નજીક હોવાથી અત્યારે આ વિસ્તારમાં હાઇવે રોડ પર બંને બાજુએ કેસુડાના વૃક્ષ ખાખરો એટલે કે, કેસુડા લાલ ચાદર ઓઢી ઉભા હોય તેમ પ્રકૃતિ ખીલી ઉઠી છે. આમ, હાલ તો પ્રકૃતિ કેસુડાના રંગ થી અનોખી ભાત પાડી રહી છે. જે માનવ સમાજને હંમેશા મહેકતા રહેવા અને ખીલતા રહેવાનો ઉપદેશ આપી જાઈ છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.