સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રની ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો - At This Time

સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રની ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને સોસાયટી ફોર વીમેન્સ એકશન એન્ડ ટ્રેનિંગ ઇનિશિએટિવ – સ્વાતિના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર ટાઉન હોલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રની ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો. મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાનૂની સલાહ, સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવાઓમાં મદદ આપવામાં આવશે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, મહિલા, કિશોરી શિક્ષિત બને, સ્વસ્થ બને,સશક્ત બને તે માટે મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર ખૂબ ઉપયોગી નીવડશે. વડાપ્રધાનશ્રી નરેન્દભાઈ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો સૂત્ર આપી અનેકવિધ યોજના થકી દીકરીઓને પગભર કર્યા છે. મહિલાઓને જમીન અને મકાન આપવાનું કામ વધપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ધાત્રીમાતા, સગર્ભા માતા, પોષણયુક્ત આહાર, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાય આપી મહિલાઓનું જીવનધોરણ ઊચું આવ્યું છે સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image