કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘હાઉ ટુ બ્રિંગ પીક પરફોર્મન્સ’ વિષય પર ટ્રેનિંગ સેમિનાર યોજાયો જાણીતા મોટીવેશનલ સ્પીકર લલિત ચાંદેએ ”7 પી’ઝ” વિષે આપી જાણકારી
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘હાઉ ટુ બ્રિંગ પીક પરફોર્મન્સ’ વિષય પર ટ્રેનિંગ સેમિનાર યોજાયો
જાણીતા મોટીવેશનલ સ્પીકર લલિત ચાંદેએ ”7 પી’ઝ” વિષે આપી જાણકારી
જો તમે ઉડી નથી શકતા તો દોડો, દોડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો ક્રોલ કરો પણ આગળ વધો – પ્રોફેસર લલિત ચાંદે
રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન રાજકોટના ઉપક્રમે સ્ટાફ મેમ્બર્સ અને રસ ધરાવનારા લોકો માટે ઓનલાઈન તથા ઓફલાઈન માટે ‘હાઉ ટુ બ્રિંગ પીક પરફોર્મન્સ’ વિષય પર ટ્રેનિંગ સેમિનાર,એનિમલ હેલ્પલાઈન ઓફિસ ખાતે યોજાઈ ગયો. જેમાં પ્રોફેસર,જાણીતા મોટીવેશનલ સ્પીકર લેખક અને વક્તા લલિત ચાંદે દ્વારા ”7 પી’ઝ” વિષયક ટ્રેનિંગ અપાઈ હતી.
જાણીતા મોટીવેશનલ સ્પીકર લલિત ચાંદેએ પર્પઝ,પરફોર્મન્સ, પ્લાનિંગ,પ્રેકટીસ, પેશન, પેશન્સ, પ્રેયર આમ જીવન જીવવામાં, વધારે સારું કરિયર બનાવવા માટે ”7 પી’ઝ” વિષે સમજાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે પોતાના સપના અને લક્ષ્ય કાયમ ધ્યાનમાં રહેવા જોઈએ, જોયેલા સપનાને સાકાર કરવા માટે દરરોજ પોતાની જાતને સારી બનાવવી જોઈએ એ માટે પોતાની જાત સાથે જ સતત સ્પર્ધામાં રહેવું જોઈએ, કોઈ પણ કાર્ય શા માટે કરીએ છીએ તે સ્પષ્ટ હોવું જોઈએ, સતત થતી પ્રેક્ટીસ જ પરફેક્શન લાવે છે. કોઈ પણ કાર્યોમાં પોતાના પ્રયત્નોની સાથે સાથે ધીરજ અને પ્રાર્થના પણ લક્ષ્ય સિદ્ધિ માટે સહકાર આપે છે.આ સેમિનાર બાદ મિત્તલ ખેતાણીએ આખા સેમિનાર અંગે પોતાનો પ્રતિભાવ અને અપેક્ષા રજુ કરી હતી તો ટ્રેનરનો પરિચય આપી આભારવિધિ કૌશિકભાઈ મહેતાએ કરી હતી. સૌ સ્ટાફ મિત્રોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.જો તમે ઉડી નથી શકતા તો દોડો, દોડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો ક્રોલ કરો પણ આગળ વધો – પ્રોફેસર લલિત ચાંદે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.