જસદણના ખારચીયા જશ ગામે સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા લોકડાયરો યોજાયો જેનૉ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો - At This Time

જસદણના ખારચીયા જશ ગામે સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા લોકડાયરો યોજાયો જેનૉ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના ખારચીયા (જશ) ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના સહયોગથી લોક ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ધર્મ પ્રેમી જનતા જનોએ ભજન અને લોક ડાયરાનો આનંદ માણી ભાવવિભોર થયા હતા. આ લોક ડાયરામાં કલાકાર તરીકે ભજનિક સંજય ભોજવીયા, લૉક સાહીત્યકાર ભીખાભાઈ વાઘેલા, કોકીલકંઠી દક્ષા વ્યાસ, પ્રસિદ્ધ ભજનિક સુરેશ ભટ્ટ સહિતના નામાંકિત કલાકારો દ્વારા તા.23/12/2024 ના મોડી રાત્ર સુધી ગ્રામજનોયે લોકડાયરા નો અનેરો લ્હાવો લીધો હતો. આ લોકડાયરા માં સરપંચ તેમજ તાલુકા પંચાયત સભ્ય અને સામજીક આગેવાનો અને ગામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. અને લોકડાયરા ની મજા માણી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image