પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ધંધુકામાં રુપિયા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત આયંબિલ અને વૈયાવચ્ચ ભવનનું રવિવારે ઉદઘાટન
પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ધંધુકામાં રુપિયા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત આયંબિલ અને વૈયાવચ્ચ ભવનનું રવિવારે ઉદઘાટન
ધીરગુરુદેવ, ઉપાધ્યાય જયેશ ગુરુદેવ તથા મહાસતીજીઓની આવતી કાલે શુક્રવારે પાવન પધરામણી
શનિવારે વિનામૂલ્યે દંતયજ્ઞનું યોજાશે.
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધંધુકા ખાતે મેઘરાજ પ્લોટ, સ્ટેશન રોડ ખાતે આશરે રુપિયા. ૨ કરોડના ખર્ચે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા સરોજશિશુ પૂ. જ્યોત્સનાજી મ.સ. ની અસીમ કૃપાથી નવનિર્માણ તેમજ ટીમાણીયા જૈન ઉપાશ્રયનું નૂતનીકરણ સંપન્ન થયેલ છે.
શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્રના તારક વોરા અને સંઘના નેહલ શાહના જણાવ્યાનુસાર પૂ. વિમળાબાઈ મ. સ. ની સ્મૃતિમાં રીટાબેન કિરીટભાઈ મગીયાએ વિમલ આયંબિલ ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાણીએ વૈયાવચ્ચ ભવન નો તેમજ ભારતી કિરીટ શેઠ, ભદ્રાબેન જશવંતલાલ અને વર્ષાબેન હસુભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ રામજીભાઈ શાહ, રસીલાબેન હિંમતલાલ શેઠ વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે.
તા. ૨૧ને શુક્રવારે સવારે ૮:૦૦ કલાકે પૂ. શ્રી ધીરગુરુદેવ રાજકોટથી, ઉપાધ્યાય પૂ. જયેશચંદ્રજી મ. સા., નવદીક્ષિત દેવાર્યચંદ્રજી મુનિ આદિ પાળિયાદથી તથા પૂ. સવિતાબાઈ મ. સ., સુશીલાબાઈ મ. સ., પૂ. સુધા–જ્યોત્સ્નાબાઈ મ. સ., પૂ. નયનાકુમારીજી, પૂ. આરાધનાજી, પૂ. ધ્રુતિકુમારીજી મહાસતીજી આદિનો મંગલ પ્રવેશ થશે.
પૂ. શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી તા. ૨૨ને શનિવારે સવારે ૯:૦૦ કલાકે વિનામૂલ્યે દંતયજ્ઞ અને જરૂરિયાતમંદોને દાંતની બત્રીસીનું વિતરણ ડીવાઇન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઉપાશ્રયે આયોજન કરેલ છે. ૯:૩૦ કલાકે ક્ષેત્રશુધ્ધિ જાપ અને પ્રવચન યોજાશે.
તા. ૨૩ને રવિવારે સવારે ૯:૪૫ કલાકે APMC માર્કેટ, કોલેજ રોડ ખાતે શ્રી અમિત મગીયા (મુંબઈ) ના પ્રમુખપદે ઉદઘાટન સમારોહ યોજાશે. અતિથિ તરીકે સર્વ શ્રી જયંતિભાઈ પટેલ, અપૂર્વ સંઘવી, નિલેશ શેઠ, રાજુ ધોલેરાવાળા, મેહુલ ધોળકીયા, અજય બરાનીયા, જયેશ શાહ, ભાવેશ હકાણી, ચંદ્રકાંત અજમેરા, પ્રફુલ તલસાણીયા, શ્વેતલ સંઘવી, કિરણ ભાવસાર, યોગેશ સંઘવી, રાજુ કેસ્ટ્રોલ, નિકુંજ શેઠ, મિતેશ શેઠ, સંદીપ સંઘવી, હંસાબેન બેલાણી વગેરે ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શરદ ભાવસાર, પ્રમોદ ટીમાણીયા, યોગેશ બેલાણી, નેહલ શાહ, મેહુલ લોલીયાણા, ગોપાલ રાણપુરા, અનિલ ટીમાણીયા, મહિલા મંડળ, યુવક મંડળ કાર્યરત છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૦ ૦૫૫૮૮નો સંપર્ક કરવો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
