વિટામીન ડી લેવા માટે રોજ સવાર—સાંજ ૨૦ મીનીટ સૂર્ય તાપ લો—રમેશભાઈ ઠકકર
વિટામીન ડી લેવા માટે રોજ સવાર—સાંજ ૨૦ મીનીટ સૂર્ય તાપ લો—રમેશભાઈ ઠકકર
ભારતની પ્રજામાં વિટામીન−ડી ની ૭૫% જેટલી ઉણપ વર્તાઈ રહી છે ત્યારે આપણે તો કુદરતી રીતે બારે માસ તપતો સુરજ મળે છે અને જેના થકી મળતી ઉર્જા દ્વારા વિટામીન-ડી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે માટે ફક્ત વહેલી સવારના ૨૦ મીનીટ જો દરરોજ ફાળવવામાં આવે તો ચોકકસ આ ખામી આપણે દૂર કરી શકીએ છીએ. એટલું જ નહી પણ સુરજ આપણા માટે પ્રાણશકિત, જ્ઞાનશકિત અને સમજ શકિત પણ અર્પણ કરે છે જે આપણા ઋષિ મુનીઓએ અને આર્યુવેદ શાસ્ત્રએ પણ પ્રમાણીત કરેલ છે જેની સાથે સાથે આજે લોકોમાં હાડકા તથા સાંધાના રોગો વધી રહયાં છે તેને પણ ખૂબ મોટું યોગદાન મળે છે. સુર્યસ્નાન કરવાથી શરીરની ગંદકી પરસેવા દ્વારા બહાર નીકળતી હોય જેનાથી ચામડીના રોગો પણ થતા નથી. બાળકોને પણ સ્કૂલનાં ખુલ્લા મેદાનમાં રમત-ગમત રમાડવી જોઈએ જેથી સૂર્યતાપ બાળકોને મળે જેના દ્વારા બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય છે. આજે ચોકકસ મેડીકલ સાયન્સ વિટામીન-ડી, વિટામીન-બી(12)ની દવાઓ અને ઈન્જેકશનો શોધ્યા છે તેનાથી રાહત પણ મહદઅંશે મળે છે. પણ તેમા પણ કદાચ સાઈડ ઈફેકટ પણ હોઈ શકે. કેમ કે તે કેમીકલ્સ યુકત છે. જેની સામે સૂર્યનો તડકો મફત અને સચોટ છે. સાથે સાથે આ બધાની સાથે દેશી ગાયના દૂધનો પણ એટલો જ ઉપયોગ છે જે કેમીકલને મારે છે અને સુર્યતાપમાંથી મળતા વિટામીનનો સંગ્રહ કરે છે. આપણા ભારત દેશમાં સૂર્ય તાપ લેવા માટે વિદેશી પર્યટકો ખાસ આવે છે અને ૨ થી ૩ મહિના ભારતમાં જ રોકાઈને તેમના કામકાજ બંધ કરીને આવવા-જવાના ભાડા તથા હોટલ અને રેસ્ટોરન્ટના મસમોટા ખર્ચ કરીને માત્ર ને માત્ર સૂર્ય તડકો (સનબાથ) લેવા માટે પધારે છે. આપણે જો આર્યુવેદની જ વાત કરીએ તો આર્યુવેદ શાસ્વત અને સનાતન છે અને સિધ્ધાંતીક રીતે પુરવાર થયેલ છે એટલે કે તેમા હજી સુધી કોઈ ચેન્જ થયો નથી કે કરી શકયા નથી. જેમ કે, હરડે, ત્રિફળા અને ઈસબગૂલ, એરંડીયું (દેશી દિવેલ, કેસ્ટરઓઈલ) લેવાથી પેટનું શુધ્ધિકરણ થાય છે અનાદી કાળથી આ પ્રયોગો આપણા પૂર્વજો કરતા આવ્યા છે અને તે આજે પણ સાબીત થયેલું છે. તેવી જ રીતે અશ્વગંધા શારીરીક શકિત વધારે છે, બ્રાહમી અને શંખપુષ્પી બુધ્ધિનો વિકાસ કરે છે અને આપણા દાતણ જેવા કે બાવળ, લીમડો, કરંજ, દાડમ, વડની વડવાઈ જેવા અનેક પ્રકારના દાતણો દાત મજબૂત કરતા હતા અને પેઢા તથા દાંતનો કોઈપણ જાતનો રોગ થવા દેતા ન હતા. તેવી જ રીતે અત્યારના આધુનીક સમયમાં બજારમાં મળતા અલગ-અલગ પ્રકારના ટૂથપેસ્ટો દ્વારા પ્રયોગો કરીને ફલોરાઈડ યુકત, નમકયુકત, તુલસીયુકત ટુથપેસ્ટો બનાવીને આપણા દાંતના દર્દોમાં વધારો કરેલ છે. તો આપણે જરૂરથી સુર્યસ્નાન કરીએ અને કરાવીએ.
રમેશભાઈ ઠકકર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.