કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ઝડપાયા
- જામનગરમાં એલસીબીની ટીમ દ્વારા દરોડાજામનગર : જામનગરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટીમાં રહેતો યોગેશ ઉર્ફે ટકો હરીશભાઈ ભરડવા તેના સાગરીત અજય ઉર્ફે છોટુ નરેન્દ્રકુમાર બાલીયા સાથે દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન આ બંને આરોપીઓ એક કારમાં પસાર થતાં તેને આંતરી લઇ કારની તલાશી લેતા કારમાંથી ૩૧ નંગ અંગ્રેજી દારૂનીબોટલો અને ૪૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જે કબજે કરી લેવાયા છે. અને બંને શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન યોગેશ ઉર્ફે ટકો ભરડવાએ લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગીરીરાજસિંહ બાલુભા વાઢેર નામના ખેડૂતને દારૂ સપ્લાય કર્યાનું જણાંવતાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ખેડૂતના રહેણાંક મકાનમાંથી ૩૨ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો છે. અને ખેડૂતની અટકાયત કરી લીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.