સુરેન્દ્રનગર, વઢવાણમાં તરખાટ મચાવતી ચેઇન સ્નેચર ટોળકીના બે સાગરિત પકડાયા
- દોરાતોડ ગેંગ માર્ગો પર મહિલાઓને નિશાન બનાવતી- સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી ચેન આંચકી ફરાર થઈ જતા બે શખ્સોને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા છે. આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ઘણા સમયથી સવારના સમયે ચેન સ્નેચીંગના અવારનવાર બનાવો બનતા પોલીસતંત્ર હરકતમાં આવ્યુ હતું. જેમાં તપાસ દરમ્યાન બે શખ્સો કાળા કલરનું કાળા-વાદળી પટાવાળું બાઈક લઈને ગેરકાયદે પ્રવૃતિ કરવાના ઈરાદે આંટા ફેરા મારે છે. અને ચેન સ્નેચીંગના બનાવોમાં આજ શખ્સો હોય તેવી પુરેપુરી શક્યતા છે તેવી ચોક્કસ બાતમી મળતા એલ.સી.બી.ની ટીમે ગોકુલ હોટલ પાછળ મુળચંદ રોડ ઉપર વોચ ગોઠવી બાતમીવાળુ બાઈક નીકળતા દાળમીલ રોડ ઉપર પાંચ હનુમાન મંદિર પાસે રહેતા અજય ઘનશ્યામભાઈ નગવાડીયા અને ફીરદોષ સોસાયટી પાસે રહેતા ભરત ઉર્ફે કુકો રાયસંગભાઈ સુરેલા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી સોનાના ચેન-૨,મોબાઈલ-૨, બાઈક અને રોકડા રૂા.૫૬૬૦ વિગેરે મળી કુલ રૂા.૧,૭૧,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ કરતા (૧) પાંચ- છ દિવસ પહેલા સવારના છવાગ્યાના અરસામાં ૮૦ ફુટ રોડ ભક્તિનંદન સર્કલ પાસે શંકર ભગવાનના મંદિર પાસેથી (૨) નવ-દસ દિવસ પહેલા સંત સવૈયાનાથ સર્કલ પાસેથી ચેન સ્નેચીંગ કરેલ આ ઉપરાંત મહેતા માર્કેટ, ગેટ સ્ટેશન, બહુચર હોટલ, શક્તિપરા સામે, અલ્ટ્રા વિઝન પાસે, મુળચંદ રોડ ઉપરથી ચેન ખેંચ્યાની કબુલાત કરી હતી. અને અજાણ્યા બંગાળીને વેચી દીધાનું કબુલ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.