સુરતના ઉમરપાડામાં બે ઇંચ વરસાદઃ જિલ્લામાં કુલ વરસાદ 72 ટકા
- ચોમાસામાં
સુરત જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાય છે : અત્યારસુધી કુલ વરસાદ 41.19 ઇંચ સુરત સુરત
જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બે ઇંચ સહિત ત્રણ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો હતો.
આ વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મોસમનો ૭૨ ટકા વરસાદ બે મહિનામાં વરસી ચૂકયો છે.
ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ જુલાઇ મહિનાના છેલ્લા વીકમાં મેઘરાજાએ વિરામ
લીધા બાદ ઓગસ્ટ મહિનાની શરૃઆત સાથે ફરી શરૃ થયો છે. જોકે સુરત જિલ્લાના ત્રણ
તાલુકામાં જ વરસાદ નોંધાયો છે.જેમાં ઉમરપાડા તાલુકામાં બે ઇંચ, બારડોલી અને
માંગરોળમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ સુરત જિલ્લાનો કુલ
૪૧.૧૯ ઇંચ વરસાદની સાથે જ ચોમાસાની ઋતુમાં જે ૧૦૦ ટકા વરસાદ નોંધાય છે. તે વરસાદની
સરખામણીામાં ૭૨ ટકા વરસાદ નોંધાયો છે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના બાકી
રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.