જામજોધપુર તાલુકાના ધ્રાફામાં ધોધમાર બે ઇંચ વરસાદ: લાલપુર પંથકમાં 1 ઇંચ વરસાદ: અન્યત્ર વરસાદી ઝાપટા - At This Time

જામજોધપુર તાલુકાના ધ્રાફામાં ધોધમાર બે ઇંચ વરસાદ: લાલપુર પંથકમાં 1 ઇંચ વરસાદ: અન્યત્ર વરસાદી ઝાપટા


- નાન્દુરી ગામમાં વીજળી પડવાના કારણે બે ભેંસના મૃત્યુ: જામનગર શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યુંજામનગર તા 27 જુન 2022,સોમવાર જામનગર શહેરમાં ગઈકાલે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટભર્યા વાતાવરણ પછી મોડીસાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજે છ વાગ્યાના અરસામાં વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. જોકે થોડી વાર પછી વાદળો વિખેરાયા હતા. ત્યાર બાદ રાત્રિના 10:30 વાગ્યે ફરીથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું અને ૪ મિમી વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે.જામનગર શહેર ઉપરાંત જામજોધપુર તાલુકામાં ગઇકાલે ફરીથી મેઘરાજાનું આગમન થયું હતું, અને બપોર પછી થી રાત્રી સુધીમાં ૧૮મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામજોધપુર તાલુકાના ધ્રાફા માં ધોધમાર ૪૫ મિ.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત વાંસજાળીયા માં ૨૦ મી.મી., જામવાડી માં ૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત લાલપુર તાલુકામાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, અને બપોર પછી હવામાન પલટાયું હતું, અને દોઢ ઇંચ (૨૯ મી.મી.) વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. મોટાખડબા માં પણ ૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત અન્ય ગામોમાં અડધાથી એક ઇંચ પાણી પડી ગયાના અહેવાલો મળ્યા છે.લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં સાંજના સમયે ગાજવીજ સાથે પડેલા વરસાદની સાથે વીજળી પડવાથી બે ભેંસ ના મૃત્યુ નીપજયા છે. નાંદુરી ગામના ખેડૂત અશોકભાઈ કરંગીયા ની વાડીમાં વરસાદ વીજળી પડવાથી બે ભેંસો ના મૃત્યુ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.