બાઈક ચલાવવાના મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું: 10 વ્યકિતને ઈજા - At This Time

બાઈક ચલાવવાના મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું: 10 વ્યકિતને ઈજા


મહેસાણા,તા.17જોટાણા તાલુકાના માંકણજ ગામમાં રાત્રીના સુમારે મોટર સાયકલ
ચલાવવાના મામલે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ૧૦
વ્યકિતને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે મહેસાણા સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. આ ઘટના અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં સામસામે આક્ષેપો સાથે ફરીયાદ નોંધાવવામાં
આવી હતી.

માંકણજ ગામમાં રહેતા અરવિંદસિંહ રતનસિંહ ઝાલા સાંજના સુમારે
પોતાની રીક્ષા લઈને ઘર તરફ આવી રહ્યા હતા. તે વખતે માર્ગમાં મંદિર નજીક સામેથી
અચાનક બાઈક લઈને મહેન્દ્ર ઝાલા આવી જતા બ્રેક મારવી પડી હતી.જેથી અહીં તેમની વચ્ચે
તકરાર થઈ હતી.ત્યારબાદ રીક્ષા ચાલક ઘરે પહોંચતા અહીં મહોબત બનેસિંહ સોલંકી, વનરાજ રજુસિંહ, રતન હરિસીંહ ઝાલા, રજુ ઝાલા, કનુ બાબુસિંહ
ઝાલા, કાળુસિંહ
ઝાલા અને મહેન્દ્ર રતનસિંહ ઝાલા લાકડીઓ અને ધારીયા લઈને આવ્યા હતા.જોતજોતામાં
મામલો ઉગ્ર બની જતાં સામેના વિજય લેબુજી સોલંકી, વિજય રણજીતસિંહ ઝાલા,
પ્રવિણ રતનસિંહ ઝાલા અને અરવિંદ ઝાલા સહિત બન્ને પરિવારો વચ્ચે હિંસક અથડામણ
થઈ હતી.જેમાં બન્ને પક્ષના ૧૦ વ્યકિતઓને ગંભીર ઈજા થવાના કારણે તેઓને સારવાર માટે
મહેસાણા સિવીલમાં લઈ જવાયા હતા. આ અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે સામસામે
ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ૧૧ શખસો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.