અમદાવાદ વિભાગની બે એક્સપ્રેસ અને 11 ડેમુ-મેમુ ટ્રેનો ફરીથી શરૂ કરાઇ
અમદાવાદ,તા.01 ઓગષ્ટ 2022, સોમવારપશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગની ભુજ-પાલનપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય ૧૧ ડેમુ-મેમુ પેસેન્જર ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે. , અમદાવાદ, સાબરમતી, વડોદરા, આણંદ, ગાંધીનગર, પાટણ, પાલનપુર માટેની લોકલ ટ્રેન સેવા પૂર્વવત થતા નોકરીયાત, વિદ્યાર્થીવર્ગ તેમજ નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા રોજ અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળી રહેશે.કોરોનાકાળથી બંધ કરાયેલી આ ટ્રેનોને મુસાફરોના હિતમાં ફરીથી દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવતા હજારો મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તા.૫ ઓગષ્ટથી અમદાવાદથી ટ્રેન નં. ૨૦૯૪૯ ૧૫ઃ૨૦ કલાકે ઉપડશે અને ૧૮ઃ૧૦ કલાકે એકતા નગર પહોંચશે. પરતમાં ટ્રેન નં. ૨૦૯૪૮ એકતાનગરથી તા.૫ ઓગષ્ટથી જ ૧૧ઃ૧૫ કલાકે ઉપડીને ૧૪ઃ૦૨ કલાકે અમદાવાદ પહોંચશે.તા.૫ ઓગષ્ટથી ટ્રેન નં. ૨૦૯૨૮ ભુજથી ૧૧ઃ૦૫ કલાકે ઉપડીને ૧૭ઃ૩૫ કલાકે પાલનપુર પહોંચશે. તા.૬ ઓગષ્ટથી ટ્રેન નં. ૨૦૯૨૭ પાલનપુરથી ૧૩ઃ૧૦ કલાકે ઉપડીને ૧૯ઃ૪૦ કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેનમાં એક એસી ચેર કાર અને ૧૦ જનરલ કોચ હશે.આ ઉપરાંત તા.૫ ઓગષ્ટથી ટ્રેન નં. ૦૯૩૧૧ વડોદરા જં.-અમદાવાદ જં. મેમુ, ટ્રેન નં. ૦૯૪૦૦ અમદાવાદ જં.-આણંદ જં.મેમુ, ટ્રેન નં. ૧૯૪૦૫ પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ શરૂ થશે. તા.૧૬ ઓગષ્ટથી ટ્રેન નં.૦૯૩૨૭ વડોદરા જં.-અમદાવાદ જં. મેમુ શરૂ થશે. તા.૬ ઓગષ્ટથી ૦૯૩૨૮ અમદાવાદ જં.ં-વડોદરા જં. તેમજ ટ્રેન નં. ૦૯૩૯૯ આણંદ જં.-અમદાવાદ જં. મેમુ શરૂ કરી દેવાશે.તા.૧૭ ઓગષ્ટથી ટ્રેન નં. ૦૯૨૭૪ અમદાવાદ જં.-આણંદ જં. મેમુ દોડતી થશે.તા.૭ ઓગષ્ટથી ટ્રેન નં. ૦૯૨૭૫ આણંદ જં.-ગાંધીનગર કેપિટલ મેમુ શરૂ કરાશે. તા. ૮ ઓગષ્ટથી ટ્રેન નં. ૦૯૨૭૬ ગાંધીનગર કેપિટલ-આણંદ જં. મેમુ દોડતી થશે. તા. ૩ ઓગષ્ટથી ટ્રે નં ૦૯૩૬૯ સાબરમતી-પાટણ ડેમુ તેમજ ટ્રેનનં. ૦૯૩૭૦ પાટણ-સાબરમતી ડેમુ દોડતી થઇ જશે.તા.10 ઓગષ્ટથી ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ફરી શરૂકોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી બંધ ટ્રેન ફરી શરૂ થઇ છે. તા.૧૦ ઓગષ્ટથી ટ્રેન નં. ૧૯૫૭૫ ઓખાથી ર બુધવારે સવારે ૮ઃ૨૦ કલાકે ઉપડીને બીજા દિવસે ૬ઃ૩૦ કલાકે નાથદ્વારા પહોંચશે.ટ્રેન નં. ૧૯૫૭૬ નાથદ્વારાથી દર ગુરૂવારે રાત્રે ૨૦ઃ૩૦ કલાકે ઉપડીને બીજા દિવસે સાંજે ૧૮ઃ૫૫ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૧ ઓગષ્ટથી દોડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.