રખડતાં ઢોરને નહીં પકડવા 15 હજાર રૃપિયાની લાંચ લેતા બે કર્મચારી પકડાયા
કોર્પોેરેશનની ઢોર પકડ પાર્ટીની પોલ ઉઘાડી પડીફરિયાદને પગલે એસીબીની ટીમે અક્ષરધામ પાસે છટકું ગોઠવી
કાર્યવાહી હાથ ધરી ઃ એક પશુપાલક પાસેથી ૩,૦૦૦
માગ્યા હતાગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના બે કર્મચારી રખડતા ઢોર નહીં
પકડવા માટે રૃપિયા ૧૫,૦૦૦ની
લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતાં. પશુપાલક દીઠ ૩૦૦૦
રૃપિયાની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ થઈ હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી
છે.ચોમાસાની ઋતુ દરમિયાન ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા
વક્રી રહી છે અને સ્થાનિકોની કોર્પોરેશનની કચેરીમાં ફરિયાદ છતાં રખડતા ઢોરોની સમસ્યા દૂર થતી નહોતી ત્યારે
તેની પાછળનું મુખ્ય કારણ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી રખડતા પશુઓને નહીં પકડવા
માટે ઉઘરાણા કરતી હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીના
કર્મચારી મનોજ ઉર્ફે બબલુ સનાજી ઠાકોર અને બંટી જેંતીલાલ વાઘેલા દ્વારા શહેરમાં
રખડતા ઢોર નહીં પકડવા અને ઢોર પકડ પાર્ટી નીકળે ત્યારે આગોતરી જાણ કરવા માટે એક
પશુપાલક દીઠ ૩૦૦૦ રૃપિયાની માંગણી કરી હતી. જોકે પશુપાલકો આ રૃપિયા આપવા માગતા ન
હતા અને તેમણે ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના પગલે એસીબીના મદદનીશ નિયામક
એ. કે પરમારના સુપરવિઝન હેઠળ ગાંધીનગર એસીબી પીઆઇ ડી.એ ચૌધરીએ આજે ગાંધીનગરના
અક્ષરધામ પાસે છટકું ગોઠવ્યું હતું અને કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીના બંને
કર્મચારી મનોજ ઉર્ફે બબલુ તેમજ બંટી વાઘેલા પંદર હજાર રૃપિયાની લાંચ લેતા રંગે હાથ
ઝડપાઈ ગયા હતા. એસીબી દ્વારા તેમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી જ ફૂટેલી હોવાથી ગાંધીનગરમાંથી રખડતા ઢોરની
સમસ્યા હલ નહીં થતી હોવાનું હાલ તો લાગી રહ્યું છે ત્યારે આ મામલે હવે કોર્પોરેશન શું
પગલાં ભરે છે તો જોવું રહ્યું.દંડની જોગવાઈ વધારતા ભ્રષ્ટાચારની દહેશત વ્યક્ત થઇ હતી
કોર્પોરેશન દ્વારા તાજેતરમા જ રખડતા પશુઓ પકડાય તો તેના
માલિકો પાસેથી દંડની રકમ વધારવાની જોગવાઈ કરી હતી અને તેને લાગુ પણ કરી દેવામાં
આવી હતી. જોકે આ જોગવાઈને કારણે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી ઉઘરાણા કરશે તેવી
દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓએ આ ઢોર પકડ
પાર્ટીના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલા નહીં ભરતા તેમની હિંમત ખુલી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.