ગાંધીનગર સિવિલની ઓપીડીમાં એક જ દિવસમાં અઢી હજાર કેસ - At This Time

ગાંધીનગર સિવિલની ઓપીડીમાં એક જ દિવસમાં અઢી હજાર કેસ


બિનઆરોગ્યપ્રદ ઋતુને કારણે હોસ્પટલો ઉભરાઇફિવરમાં ૧૦૩ જ્યારે મેડિસીનના ૪૫૦ કેસ નોંધાયાઃવાયરલ અને વાહકજન્ય બિમારીઓના દર્દીઓમાં ચિંતાજનક વધારોગાંધીનગર :  વાદળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા ઘણા વખતથી બિનઆરોગ્યપ્રદ ઋતુ
ચાલી રહી છે. જેની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર અને હોસ્પિટલો ઉપર પણ પડી રહી
છે. તહેવારો બાદ આજે સોમવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મેળો ભરાયો હોય
તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા અને એક જ દિવસમાં સૌથી વધુ અઢી હજાર જેટલી ઓપીડી
રહી હતી. જેમાં તાવ,શરદી, ઉધરસ અને કફ તથા
શરીરમાં દુઃખાવાના દર્દીઓ ખાસ જોવા મળ્યા હતા.પહેલેથી જ ચોમાસાને બિનઆરોગ્યપ્રદ ઋતુ ગણવામાં આવે છે
ત્યારે કોવિડ સહિત સ્વાઇનફ્લૂના સંક્રમણ વચ્ચે અન્ય વાયરલ બિમારીના કેસ પણ સામે
આવી રહ્યા છે. ખાસ કરીને હાલ જે પ્રકારે વાયરલ બિમારી ચાલી રહી છે જેમાં દર્દીને
સામાન્ય તાવ રહે છે અને પહેલા દિવસથી જ શરીર તૂટવાની અને દુઃખવાની સમસ્યા રહે છે.
બાદના દિવસોમાં કફ અને શરદી થાય છે. આ પ્રકારની વાયરલ બિમારી પાંચથી સાત દિવસ રહે
છે આ ચેપી વાયરલ બિમારીના કારણે ઘરમાં એક વ્યક્તિને તાવ આવ્યો હોય તો તેનો ચેપ
અન્ય સભ્યોને પણ લાગે છે જેના કારણે હાલ તેના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
જેની સીધી અસર ગાંધીનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉપર જોવા મળી રહી છે.
તહેવારોમાં હર્યા ફર્યા લોકોને મળ્યા બાદ આ વાયરસ વધુ ફેલાયો છે અને સિવિલમાં
સોમવારની ઓપીડી રેકોર્ડબ્રેકરીતે અઢી હજારને પાર પહોંચી ગઇ છે. જેમાં ખાસ કરીને
ફિવર ઓપીડ કે જ્યાં શંકાસ્પદ કોવિડના દર્દીઓ તથા સ્વાઇનફ્લૂના દર્દીઓ નોંધાય છે
ત્યાં ૧૦૩ કેસ નિકળ્યા હતા જ્યારે મેડિસીન ઓપીડી ૪૫૦ને પાર પહોંચી ગઇ હતી. આ ઉપરાં
રાત્રીના સમયે ઇમરજન્સીમાં પણ વાયરલ બિમારીના દર્દીઓ બતાવવા આવતા જોવા મળ્યા હતા.
સિવિલ ઉપરાંત કોર્પોરેશનના હેલ્થ સેન્ટર અને અન્ય સરકારી દવાખાના તથા ખાનગી
હોસ્પિટલ તથા ક્લિનીકોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.