સબસિડાઈઝ યુરિયાને કોમર્શિયલ તરીકે વેચવાનું કૌભાંડના કેસમાં સુરત કલેક્ટરના ઓર્ડરને પડકારતા કેસમાંથી વકીલોના રાજીનામાં - At This Time

સબસિડાઈઝ યુરિયાને કોમર્શિયલ તરીકે વેચવાનું કૌભાંડના કેસમાં સુરત કલેક્ટરના ઓર્ડરને પડકારતા કેસમાંથી વકીલોના રાજીનામાં


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારભારત સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી સાથે ખેડૂતોને આપવામાં આવતા કિલોદીઠ અંદાજે રૃા. ૭ની કિંમતનું યુરિયાની બેગ બદલીને ખંભાત, આણંદ, વડોદરા, સુરત, વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વેચવા માટે જિજ્ઞોશ શાહ અને તેમના પુત્ર કૃણાલ શાહને સુરતના કલેક્ટરે જવાબદાર ઠેરવતા રિપોર્ટ પછી પિતાપુત્રની જિજ્ઞોશ શાહ અને કૃણાલ શાહના બંને વકીલોએ આજે અચાનક કેસમાંથી રાજીનામા આપી દીધા છે. પરિણામે હાઈકોર્ટમાં ચર્ચાનો વિષમય બની ગયો છે. જિજ્ઞોશ શાહ અને કૃણાલ શાહને સબસિડાઈઝ યુરિયાને કોમર્શિયલ યુરિયા તરીકે વેચવાના કૌભાંડમાં આરોપી ઠેરવતા કલેક્ટરના ઓર્ડરને આરોપીના પત્ની પ્રીતિ શાહે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સબસિડાઈઝ યુરિયાને કોમર્શિયલ યુરિયા તરીકે વેચીને નફાખોરી કરવાના કેસમાં કલેક્ટરે તેમને જવાબદાર ઠેરવ્યા પછી જિજ્ઞોશ શાહ સામે ખોટો ઓર્ડર થયો હોવાનું જણાવીને તેમના પત્ની પ્રીતિ જિજ્ઞોશ શાહ હાઈકોર્ટમાં ગયા હતા. તેમણે કલેક્ટરના ઓર્ડરને પડકાર્યા પછી ન્યાયમૂર્તિ એસ.એચ. વોરા અને ન્યાયાધીશ રાજેન્દ્ર એમ. સરિનની ડિવિઝન બેન્ચે કલેક્ટર કચેરીને પિટીશન સામે તેમનો જવાબ ફાઈલ કરવા વારંવાર આદેશ કર્યો હતો. છેવટે કોર્ટે જણાવી દીધું હતું કે કલેક્ટર કચેરી તરફથી બીજી ઓગસ્ટ સુધીમાં જવાબ ફાઈલ ન કરવામાં આવે તો તેવા સંજોગોમાં હાઈકોર્ટ એક્સ પાર્ટી ઓર્ડર કરી દેશે. આ ઓર્ડરના સંદર્ભમાં સુરત કલેક્ટર કચેરી વતીથી જવાબ ફાઈલ કરવાના આજના છેલ્લા દિવસે આરોપી વતીથી કેસ લડી રહેલા બંને વકીલો જયેશ ઠક્કર અને કિશન પ્રજાપતિ એ આજે કોર્ટમાં તેઓ આ કેસમાંથી ખસી જતાં હોવાની જાહેરાત કરી હતી. તેમ જ  તેમને આપેલી નોટિસનો જવાબ ફાઈલ કરવા માટે સમયની માગમી કરી હતી. આ સાથે જ એજીપીને જવાબ ફાઈલ કરવા માટે ૧૭મી ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.