મહિલા સફાઈકર્મીને ત્યાં ચોરી કરનારા 14,15 વર્ષના બે તરુણ ઝડપાયા - At This Time

મહિલા સફાઈકર્મીને ત્યાં ચોરી કરનારા 14,15 વર્ષના બે તરુણ ઝડપાયા


- બંને માત્ર મોબાઈલ ચોરવા જ ઘરમાં ઘુસ્યા હતા- સોનાના દાગીના મળતા પોટલામાં ઘર નજીક છુપાવી રાખ્યા હતા સુરત, : સુરતના લીંબાયત આંબેડકર નગર વસાહતમાં મહિલા સફાઈ કામદારના ઘરમાંથી રૂ.70 હજારના દાગીના-મોબાઈલ ફોનની ચોરીની ઘટનામાં લીંબાયત પોલીસે માત્ર 14 અને 15 વર્ષના બે તરુણની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત આંબેડકર નગર વસાહતમાં મહિલા સફાઈ કામદાર લક્ષ્મીબેન સંદિપ મામીડાલા ગત 17 જુનની રાત્રે માતા વતનમાં હોય અને પુત્ર પણ બહાર હોય જમી પરવારીને નીચેના રૂમને બહારથી તાળું મારી પહેલા માળે પુત્રી સાથે સુઈ ગયા હતા.દરમિયાન, રાત્રી દરમિયાન તેમના ગાદલા પરથી મોબાઈલ અને ચાવી ગુમ થયા બાદ ઘરમાં નીચેના રૂમમાં કબાટમાંથી રૂ.70 હજારના દાગીનાની ચોરી થતા લીંબાયત પોલીસે કોઈક જાણભેદુની સંડોવણીની આશંકાને આધારે તપાસ હાથ ધરી હતી. લીંબાયત પોલીસે આ બનાવમાં ગતરોજ માત્ર 14 અને 15 વર્ષના બે તરુણની અટકાયત કરી તેમની પાસેથી મોબાઈલ ફોન અને દાગીના કબજે કર્યા હતા.પોલીસે પુછપરછ કરતા શ્રમજીવી પરિવારના અને અભ્યાસ નહીં કરતા બંને મિત્રોએ જણાવ્યું હતું કે મોબાઈલની ચોરી કરવા તેઓ લક્ષ્મીબેનના ઘરે ઘુસ્યા હતા.પણ મોબાઈલની સાથે ચાવી પણ મળતા તેમણે લઈ લીધી હતી અને નીચે જઈ કુતુહલવશ તાળામાં લગાવતા તાળું ખુલી ગયા બાદ અંદરથી દાગીના ચોરી ફરી તાળું મારી દીધું હતું. જોકે, દાગીના વેચવાની હિંમત નહીં થતા તેમણે દાગીના એક પોટલીમાં બાંધીને ઘરમાં રાખી મુક્યા હતા. જયારે મોબાઈલ મહોલ્લામાં જ એક સગર્ભાને ચોરીનો છે તેવું કહ્યા વિના વેચ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.