દામનગર : દામનગરમા એક માત્ર દોઢ કરોડના ખર્ચે બનેલ પુલમાં પડેલ ખરબચડાં ખાડાઓ કોઈનો ભોગ લેશે..!!? - At This Time

દામનગર : દામનગરમા એક માત્ર દોઢ કરોડના ખર્ચે બનેલ પુલમાં પડેલ ખરબચડાં ખાડાઓ કોઈનો ભોગ લેશે..!!?


દામનગર : દામનગરમા એક માત્ર દોઢ કરોડના ખર્ચે બનેલ પુલમાં પડેલ ખરબચડાં ખાડાઓ કોઈનો ભોગ લેશે..!!? દામનગરમાં ભુરખીયા - ઢસા રોડ ચોકડી થી દામનગર શહેરમાં પ્રવેશતાજ છ વર્ષ પહેલાં નવા બનાવેલ રૂ.દોઢ કરોડના ખર્ચવાળા પુલની બંને બાજુ કડ છે, અધૂરામાં પૂરું ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને ખાડાઓ પડી જતાં, થાકડ - થીગડ ખાડાઓ બૂર્યા છે.. તદુપરાંત નિસહાય પશુઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય આ બધું સ્થાનિક સ્વરાજની સંસ્થામાં બેસેલા લોકો મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે.અને આ પુલ ઉપરથી માલવાહક મોટા - મોટા વાહનો પસાર થાય છે ત્યારે એમ લાગે કે ગમ્મે ત્યારે મોટો અકસ્માત થશે...તો..!! અહીંના લોકોને મુંગે મોઢે સહન કરવાની આદત પડી ગઈ છે..!! આ વિસ્તારના ધારાસભ્ય પુલ - રોડ - રસ્તા - તળાવોના નવીનીકરણ માટે અને વિકાસના કામો માટે ગ્રાન્ટ મંજૂર કરાવે છે, તો આ પુલ માટે જરૂરી સમારકામ કરાવી આપે અને આ પુલની બંને બાજુ સ્પીડ બ્રેકરો ન હોવાથી બેફામ દોડતા વાહનોને કારણે ગમખ્વાર બનાવ બનવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય, માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી, આ પુલ મા ઉભી થયેલ સમસ્યાનો હલ કરવામાં આવે એવી પ્રાર્થના નહિ,પણ સૂચન છે...( અતુલ શુક્લ દામનગર. )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.