આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી ના ઉપક્રમે બગડ ગામ ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને ગુડ ટચ – બેડ ટચ ની સમજ આપવા માં આવેલ - At This Time

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી ના ઉપક્રમે બગડ ગામ ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને ગુડ ટચ – બેડ ટચ ની સમજ આપવા માં આવેલ


(ચિંતન વાગડીયા દ્વારા)
બોટાદ કલેક્ટર જીન્સી રોય જિલ્લા મહિલા બાળ અધિકારી ઈજાજ અધિકારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ બલોલીયાના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ એ સૈયદ ની સૂચના તેમજ પોસ્ટ ના થાણા અધિકારી પી.આર મેટાલિયા ના માર્ગદર્શન હેઠળ બગડ ગામ ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને ગુડ ટચ - બેડ ટચ વિશે પીબીએસી ના કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા ડેમો સાથે બાળકો ને વિગતવાર સમજ કરવા મા આવી. કાર્યક્રમ DHEW ના સ્ટાફ હાજર રહેલ જેમાં ડિસ્ટ્રિક કો ઓડીનેટર મહેશ ભાઈ દ્વારા વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપવા મા આવી. 181 મહિલા હેલ્પલાઈન વિશે કાઉન્સેલર જલ્પા બેન પરમાર દ્વારા બાળકો તેમજ વાલીગણ ને સમજ કરી સખી વનસ્ટોપ સેન્ટર અને તેમાં મળતી મદદ વિશે વાત કરી બોટાદ મહિલા પોસ્ટે શી ટીમ ની માહિતી વિ આર સેટ તેમજ નવા કાયદાઓ બાબતે ચર્ચા સુરપાલ સિંહ ગોહિલ દ્વારા કરવા મા આવી. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આચાર્ય હિરલબા સોલંકી તેમજ તમામ શિક્ષકગણ દ્વારા ખુબજ સરસ કામગીરી કરવા મા આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.