વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો - At This Time

વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો


વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો
છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારના અડા તરીકે ઓળખાતી વિસાવદર નગરપાલિકાના અંધાધૂંધ વહીવટને પ્રજા સમક્ષ ખુલ્લો પાડતા યુવાનની સામે સોશિયલ મીડિયા પર બિભત્સ શબ્દોથી કેટલાય લોકોએ આપતિજનક કોમેન્ટોનો મારો ચલાવ્યો છે.પણ આ નીડર યુવાન મૌલિક રીબડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગમે તે ભોગે સતાભૂખ્યા આ પાખંડીઓને પ્રજાની સામે ખુલ્લા પાડવામાં આવશે.ધાક ધમકીથી ડર્યા વગર કે પૈસાના પ્રલોભનો વગર પ્રજાના પૈસા હજમ કરી જનારાઓને કોઇ કાળે મુકવામાં નહીં આવે.હજુ તો આ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડયો છે પણ બીજા કેટલાય અમલદારો ની ભ્રષ્ટાચારી નીતી પણ બહાર લાવવામાં આવશે.સતા ઉપરથી ઉતરી ગયેલા નેતાઓ હોય કે આ નેતાઓને ભ્રષ્ટાચારમાં પોતાની હિસ્સેદારી હોય તેવા અધિકારીઓ ભલે નિવૃત થઈ ગયા હોય કે અહીંથી બદલી કરી હોય તેઓને પણ સાબિતી સાથે હવે ટુંક સમયમાં નામ જાહેર કરવામાં આવશે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.