સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પુર્વે બોટાદ જીલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી પથિક જાહેરનામા ભંગના કેસ કરતી એસ.ઓ.જી.ટીમ બોટાદ
તા:-૧૨/૦૮/૨૦૨૪ તથા તા. ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ બોટાદ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.જાડેજા સાહેબની સુચના મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાંતિમય વાતાવરણમાં ઉજવાઇ તેની તકેદારીના ભાગ રૂપે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્રારા બોટાદ જીલ્લામાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા બોટાદ ટાઉન વિસ્તારમાં આવેલ હોટલો તથા ગેસ્ટ હાઉસનું સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને આ ચેકીંગ દરમિયાન પથીક સોફટવેરમાં એન્ટ્રી ચેક કરતા અમુક ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પીક સોફ્ટવેરમાં એન્ટ્રી કરેલ ન હોય તેમજ નિયત નમુના મુજબનુ રજીસ્ટર નિભાવેલ નહી અને જિલ્લા મેજીસ્ટેટ સાહેબની કચેરી બોટાદનાઓ હુકમ ક્રમાંક નં.ડી.એમ/વશી/ બાહર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ધી જી.પી. એકટ કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.▸ કાર્યવાહી કરેલગેસ્ટહાઉસ(૧) સહજાનંદ ગેસ્ટહાઉસ, સાળંગપુર તા.બરવાળામાલીક શીવરાજભાઇ વિક્રમભાઈ બોરીયા ઉવ-પર રહે. સાળંગપુરતા.બરવાળા જી.બોટાદ (૨) હોટલ ડ્રીમ ગેસ્ટહાઉસ, સાળંગપુર તા.બરવાળા - માલીક ઇકબાલભાઈ ગુલામહુસેનભાઈ કુરેશી ઉવ.-૫૦ રહે. સાળંગપુર ગુંદાચોકડી પાસે તા.બરવાળા જી.બોટાદ૩ કોમનમેન ગેસ્ટહાઉસ, હવેલી ચોક બોટાદ - માલીક રજનીભાઈ તળશીભાઈ મેઘાણી રહે.બોટાદ, વરીયાદેવી મંદીર પાસે, બોકડાવાડી તા.જી.બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.