રવિવારે સમાજના આગેવાનો અને દાતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે વિસાવદરના સુખપુરમાં રૂ.બે કરોડના ખર્ચે બનેલા નૂતન લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ થશે
રવિવારે સમાજના આગેવાનો અને દાતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે વિસાવદરના સુખપુરમાં રૂ.બે કરોડના ખર્ચે બનેલા નૂતન લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ થશે
સમાજરત્ન બીપીનભાઈ રામાણી અને ડો . વડાલિયાના માર્ગદર્શન હેઠળ ભવન તૈયાર થયું : સમાજ સંગઠિત હશે તો તમામ મુશ્કેલીઓ સામે અડગ બનીને ટકી રહેશે - સમુહલગ્ન પ્રણેતા હરસુખ વઘાસિયા
ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ , ગગજીભાઈ સુતરિયા , વસંતભાઈ ગજેરા , પોપટભાઈ રામાણી , સાંસદ રમેશભાઈ ધડૂક , પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા , વડોદરાના ઉદ્યોગપતિ પ્રવિણભાઈ પટેલ , આઈજી નિલેશ જાજડિયા વગેરે આગેવાનો અને અધિકારીઓ હાજર રહેશે વિસાવદર તાલુકાના સુખપુર ગામ ખાતે દાતાઓ તેમજ સમસ્ત ગ્રામજનોના સહયોગથી આશરે રૂ.બે કરોડના ખર્ચે પાંચ હજાર વાર જગ્યામાં તૈયાર થયેલા લેઉવા પટેલ સમાજના નૂતન ભવનનું તા .૨૯ ને રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે . આ પ્રસંગ સમાજના રાજકીય , સામાજિક અને સેવાભાવી આગેવાનો તથા અધિકારીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે . સુખપુર ગામમાં સમાજ ભવનના નિર્માણના મુખ્ય દાતા અને યુવા સમાજસેવક બિપીનભાઈ રામાણી તેમજ ડો.વડાલિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા લેઉવા પટેલ સમાજના નવા ભવનના લોકાર્પણ સમારોહ અંગે વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વધાસિયાએ જણાવ્યું છે કે , તા .૨૯ ને રવિવારના રોજ બપોરે ૩ કલાકે કાર્યક્રમની શરૂઆત થશે અને ૩.૪૫ કલાકે લોકાર્પણ વિધિ અને ત્યાર બાદ સમાજના દાતાઓ તથા શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે . આ પ્રસંગે હાજર આગેવાનો સમાજને માર્ગદર્શન પુરૂ પાડશે . આજના સમયમાં રચનાત્મક કાર્યો માટે સમાજ સંગઠિત હોય તે ખૂબ જરૂરી છે . સમાજ સંગઠિત બનીને આવા કાર્યો થકી નાના વર્ગને મદદરૂપ બને તે સમયની માંગ છે . દીકરા - દીકરીઓમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન આવશ્યક છે . સમાજ સંગઠિત હશે તો તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે અડગ બનીને ટકી શકશે . ત્યારે સુખપુરના આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિજનોને સહભાગી બનવા અનુરોધ કરાયો છે . ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા સમારોહમાં ગગજીભાઈ સુતરીયા , વસંતભાઈ ગજેરા , વડોદરાના પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના પ્રવિણભાઈ પટેલ , પ્રફુલભાઈ પાનસેરીયા , સાંસદ ૨ મેશભાઈ ધડૂક , પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા , પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા , પોપટભાઈ રામાણી , ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા , પરેશભાઈ ધાનાણી , આઈજી નિલેશ જાજડિયા , રમેશભાઈ ગજેરા , અન્ય છાત્રાલયના પ્રમુખ જે.કે ઠેશિયા સાહેબ જૂનાગઢ ચેમબ ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયા સહિતના આગેવાનો , ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ હાજર રહેશે . સુખપુર ગામના સમસ્ત લેઉવા પટેલ સમાજ વતી લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ નૂતન સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે .
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.