હળવદમાં માંસાહારના હાટડા બંધ કરાવવા વિશાળ મૌન બાઈક રેલી, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - At This Time

હળવદમાં માંસાહારના હાટડા બંધ કરાવવા વિશાળ મૌન બાઈક રેલી, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું


અલ્ટીમેટ 48 કલાકમાં માસ-મટના ગેરકાયદેસર હાટડાઓ બંધ નહીં થાય તો જનતારેડ ઐતિહાસિક સામંતસર સરોવરમાં માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત

હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહાર ના હાટડા બંધ કરાવવા વીએચપી, બજરંગ દળ, સામાજિક સંગઠનો, વેપારી મહામંડળ મંડળ,ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા હળવદ લક્ષ્મી નારાયણ ચોક થી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાયક રેલી કાઢી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હળવદમાં ચાલતા ગેરકાયદેસર માસ મટનના હાટડાઓ તંત્ર દ્વારા 48 કલાકમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે,હળવદ ભુદેવો ની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે,આજ દીન સુધી શહેર માં જાહેર માં કોઈ પણ પ્રકાર નું માંસાહાર નું વેચાણ થતું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે માંસાહાર નું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે ત્યારે આગામી સમય માં આવી અસામાજિક પ્રવૃત્તિ શહેર માં થતી અટકે અને શુક્રવારે બપોરના સમયે હળવદ નું ઐતિહાસિક સામંતસર સરોવરમાં ગેરકાયદેસર માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.જે બાબતે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોઓ સાધુ-સંતો, અગ્રણીઓ,શેહીરીજનો,યુવાનોની મોટી સંખ્યામાં બેઠક યોજાઇ હતી.જેમા નક્કી થયું હતું કે ૪૮ કલાકોમાં ગેરકાયદેસર ધમધમતા માંસ મટન હાટડાઓ તંત્ર દ્વારા બંધ કરાવવા નહી આવે તો જનતા રેડ કરવામાં આવશે.

જે બાબતે લક્ષ્મી નારાયણ ચોક થી સવારે ૧૧ વાગે વિશાળ મૌન બાઈક રેલી કાઢી હળવદ મામલતદાર સહીત હળવદ પોલીસ અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું હતું,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,સોરાષટ બજરંગ દળ સયોજક ભાવેશભાઈ ઠક્કર, મહંત દિપકદાસજી મહારાજ, ભક્તિ નંદન સ્વામી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી,વલ્લભભાઈ પટેલ, ડો.મિલનભાઈ માલપરા,ધનશ્યામભાઈ દવે, રમેશભાઈ ભગત, સહીત વિશ્ર્વહિન્દુ પરિષદ,બજરંગદળ, વેપારીઓ,વિવિધ સામાજિક સંગઠનો,સંસ્થાઓ,ધર્મપ્રેમી જનતા, જીવદયા પ્રેમીઓ, યુવાનોઓ, શહેર ના અઢારે વર્ણ ના લોકો મોટીસંખ્યામાં વિશાળ મૌન બાઈક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. 48 કલાકમાં નોનવેજ ના હાટડાઓ બંધ કરાવવા અલ્ટીમેટ આપ્યું હતું, જો નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.