ધંધુકાના જાળીયા ગામે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરમાં સ્નેહ મિલન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે સંમેલન યોજાયું. - At This Time

ધંધુકાના જાળીયા ગામે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરમાં સ્નેહ મિલન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે સંમેલન યોજાયું.


અમદાવાદ જિલ્લાના ધંધુકાના જાળીયા ગામે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરમાં સ્નેહ મિલન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે સંમેલન યોજાયું.
પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ અને રણછોડભાઈ મેર અને ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્યાણસંગ ટાંક સહિતના એ હાજરી આપી પ્રોત્સાહિત કર્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના (જાળીયા) શ્રી દક્ષિણા મૂર્તિ વિદ્યામંદિર ખાતે સ્નેહ મિલન તેમજ સ્થાનિક ક્ષેત્રમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર ( જાળીયા ) ખાતે સુંદર સ્નેહ - મિલન તેમજ સ્થાનિક ક્ષેત્રમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે તિબેટ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં ધંધુકા તાલુકાના સરસ્વતીના ઉપાસક એવા તમામ શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો, વલીગણ તેમજ મિત્ર મંડળના કુલ 190 જેટલા તજજ્ઞશ્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રણછોડભાઈ મેર (પૂર્વ ધારાસભ્ય ધંધુકા ), શ્રી રાજુભાઈ ગોહિલ ( પૂર્વ ધારાસભ્ય ધંધુકા), શ્રી કલ્યાણસંગ ટાંક સાહેબ ( પ્રમુખ શ્રી ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ), શ્રી મનુભાઈ મકવાણા ( ચેરમેન શ્રી શિક્ષક મંડળી ધંધુકા), શ્રીમાન કિરીટસિંહ સાહેબ ( ખજાનચી અમદાવાદ જિલ્લા સંઘ), શ્રી મહેન્દ્રભાઈ સોલંકી (ઉપપ્રમુખ ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ), શ્રી વિક્રમભાઈ ખાંટ સાહેબ (મંત્રી શ્રી ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ) તેમજ શાળાના સલાહકાર મુરબ્બી શ્રી બારૈયા બળદેવભાઈ જી. તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી બારૈયા અશોકભાઈ જી તેમજ અન્ય ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્યશ્રી જીતેશભાઈ સાંકળિયા તેમજ શાળાના તમામ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.