બેડીમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરની નજીક આવેલા બેડીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રવિણભાઈ ભીખાભાઈ જાદવ (ઉ.વ.32)એ બપોરે પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા સ્ટાફ સીવીલે દોડી આવ્યો હતો અને નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, પ્રવિણે થોડા સમય પહેલા ગામમાં જ રહેતા તેના મીત્ર માટે વ્યાજે રૂપિયા આપતા શખ્સ પાસેથી રૂા.ચાર લાખની વ્યવસ્થા કરી આપી હતી. અને તે તેમાં જામીન તરીકે રહ્યો હતો. જે રૂપીયાનું વ્યાજ તેનો મી ચુકવી ન શકતા વ્યાજખોરો પ્રવીણને દરરોજ હેરાન કરી રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. જેનાથી કંટાળીને પગલું ભર્યુ હતું. પ્રવીણભાઈ ત્રણ ભાઈમાં વચેટ અને સંતાનમાં એક પુત્રી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.