વાહન અથડાવા બાબતે ધારિયા – તલવારથી હુમલો : માર્કેટિંગ યાર્ડના કર્મચારી સહિત ત્રણને ઇજા
વાહન અથડાવા બાબતે સમાધાન માટે ગયેલા ત્રણ લોકો પર રતનપરના રવિરાજસિંહ ગોહિલ અને તેની સાથેના બે અજાણ્યા માણસોએ તલવાર ધારિયાથી હુમલો કરતા ત્રણેયને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઇજાગ્રસ્તોમાં વિક્રમસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.32), વિજયસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.30) (રહે. બંને હાલ-આર.ટી.ઓ. પાછળ હુડકો ક્વાર્ટર, મુળ રહે.ગુ. હા. બોર્ડ ક્વાર્ટર, દુધ સાગર રોડ) સાગરભાઈ વાલજીભાઈ ચૌહાણ (ઉ.વ. 29, રહે.રાજકોટ)નો સમાવેશ થાય છે.
આ અંગે કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરીયાદી વિજયસિંહે જણાવ્યું કે, હું જુના માર્કેટીંગ યાર્ડમાં બકાલા વિભાગમાં વાહનની નોંધણીનું કામ કરું છું. અમે બે ભાઈઓ છીએ. જેમાં મોટાભાઈ વિક્રમસિંહ મારા પાડોશમાં જ રહે છે.
ગત રાતે 10 વાગ્યાની આસપાસ લોકો કોલોનીમાં રહેતા મારા મિત્ર યોગીરાજસિંહ સોઢાનો વિક્રમસિંહ પર ફોન આવેલ અને કહેલ કે, ગૌરીદળ ગામ પાસે મારુ વાહન ભટકાતા સામેવાળા ખર્ચો દેવા માટે બોલાવે છે. તમે રતનપર ગામ રામધામ સોસાયટી પાસે આવજો.
જેથી હું, વિક્રમસિંહ અને મારા મિત્ર સાગરભાઈ વાલજુભાઈ ચૌહાણ ત્રણેય કાર લઈને ત્યાં પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળેલ કે, કોઈ રવિરાજસિંહ ગોહિલનું મકાન આવેલ હોય, તેની સાથે બનાવ બનેલ હોવાનુ માલુમ પડેલ. તેના ઘર પાસે જઈ રવિરાજસિંહની બુમ પાડતા ત્રણ જણા એક બાઇકમાં આવેલ. જેમાં રવિરાજસિંહ પાસે હાથમાં ધારીયું હતું. તેની પાછળ બેઠેલ વ્યક્તિ પાસે તલવાર હતી.
ત્રણેય બાઈક પરથી ઉતરી અમારી પાસે આવી મને ધરિયાનો ઘા મારતાં મને લોહી નીકળવા લાગ્યુ હતું. વિક્રમસિંક વચ્ચે પડતા તેને પણ રવિરાજસિંહે ધારિયા વતી માર મારતા ડાબી બાજુ પડખાના ભાગે એક ધા મારતા લોહિ નીકળવા લાગેલ. અને સાગરભાઈને બેઠકના ભાગે માર મારેલ. બીજા બંને જણા ઢીકા-પાટા મારવા લાગેલ. દેકારો થતા મારા મિત્ર દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા કે જેઓ ત્યા લતામાં રહેતા હોય તેઓ આવી જતા અમો બંને ભાઈઓને મોટ રસાયકલ માંબેસાડી અહિ રાજકોટ સરકારી હોસ્પિટલ લાવી દાખલ કરેલ છે. જે તે વખતે બનાવવાળી જગ્યાએ ગયેલ ત્યારે ત્યા યોગીરાજસિંહ જોવામાં આવેલ નહીં. અને આ બનાવમાં મારા મિત્ર સાગરભાઈને ઈજા થતા અહીં સરકારી હોસ્પિટલ ખાતે આવેલ હતા જેઓને પણ ડોક્ટરએ સારવાર આપી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.