રાજકોટથી હિરાસર એરપોર્ટ જતી બસો વાઇબ્રન્ટ સમિટમાં ફાળવી દેવાતા મુસાફરો રૂ.100ની સામે 1000 ભાડું ચૂકવવા મજબૂર
રાજકોટથી 35 કિલોમીટર દુર આવેલા હિરાસર એરપોર્ટ માટે ST વિભાગ દ્વારા આ રૂટ પર દર કલાકે ઇલેક્ટ્રિક એસી બસ દોડાવવામાં આવી રહી છે. જે અચાનક બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બસો બંધ થતા મુસાફરોને 100 રૂપિયાના ભાડા સામે 1000 રૂપિયા ચૂકવવાની ફરજ પડી રહી છે. આ અંગે એસટી વિભાગનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટ-હિરાસર એરપોર્ટ રૂટ પર ચાલતી ઇલેક્ટ્રિક એસી બસોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોકલવામાં આવી છે. જે તા.13 જાન્યુઆરીથી આ રૂટની તમામ બસો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.