બાલાસિનોર બેંક મેનેજર પાસે ની 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી કરી હત્યા - At This Time

બાલાસિનોર બેંક મેનેજર પાસે ની 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી કરી હત્યા


મહીસાગર પોલીસ દ્વારા દેશી કટ્ટા સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી

જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટિમ બનાવી ગણતરી ના કલાકો માં ગુના નો ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરવામાં આવી

બાલાસિનોરની બેંકના મેનેજરની કાર મંગળવારે મોડી રાત્રે સંતરામપુર તાલુકાના ગોધર ગામ પાસેથી મળી આવી હતી. મેનેજર રૂ.1.18 કરોડની રોકડ રકમ સાથે મંગળવારે મોડી રાત્રે ઘરે જવા નીકળ્યા હતા. જેઓ રોકડ રકમ સાથે અચાનક ગાયબ થયા બાદ હત્યા કરી લૂંટ થયાનું બહાર આવ્યું હતું. મોટી રોકડ સાથે ઘરે જવા નીકળેલ બેંક મેનેજર ભેદી રીતે ગાયબ થઈ ગયા બાદ બેંક અધિકારીઓની ટીમે બાલાસિનોર આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બાલાસિનોરમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ બેંક દ્વારા મહિના અગાઉ બેંકની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે બાદ ઉચ્ચ કક્ષાએથી બેન્ક ઓપનિંગની તારીખ નક્કી કરવામાં આવે તે પહેલા જ, બેન્ક મેનેજર વિશાલ પાટીલ ગાયબ થઈ ગયા હતા. મંગળવારે મોડી રાત્રે આ અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ થતા અધિકારીઓની ટીમ બાલાસિનોર ખાતે દોડી આવી હતી. સવારે 11 વાગ્યે બેંકમાં પહોંચેલી ટીમે મોડી રાત સુધી બંધ બારણે તપાસ કરી હતી.

ઘટના અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બેંકનું હજુ ઓપનિંગ થયુ ન હતું. જેથી બેંકમાં જુદા જુદા વ્યવહારો થકી આવતી રકમ મેનેજર હરરોજ રાત્રે પોતાની સાથે પોતાના ઘરે લઈ જતો હતો. જે સવારે દાહોદની બેંકમાં જમા કરાવી ત્યાર બાદ તે પરત બાલાસિનોરની બેંકમાં આવતો હતો. જે બાબતે કોઈ જાણ ભેદુએ બેંક મેનેજરનો ખેલ પાડી દીધો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે ગોધરા આઈજી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું
હતું કે પોલીસે મોડી સાંજે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.