રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ. - At This Time

રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ.


રાજકોટ શહેર તા.૧૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને બજારમાં વેચાતી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વધુમાં વધુ કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા નાઓની સંયુક્ત હકિકત આધારે એક ઇસમને ચુનારાવાડ શેરીનં.૧૦ પાસે જાહેર રોડ ઉપર રાજકોટ શહેર ખાતેથી લાઇટ ગ્રે કલરના થેલામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે મળી આવતા પોલીસ કમિશનર દ્વારા રાજકોટ શહેરના જાહેરનામા ભંગનો ગુન્હો શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગંજીવાડા ચોકીના એ.પી.રતન તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન મહેશભાઇ સોલંકી, હરપાલસિંહ વાઘેલા નાઓની સંયુક્ત હકિકત આધારે એક ઇસમને ભાણજીદાદાના પુલની પાસે કુબલીયાપરા જવાના મેઇન રોડ પર જાહેરમાં રાજકોટ શહેર ખાતેથી કાપડના થેલામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે મળી આવતા, પોલીસ કમિશનર રાજકોટ શહેરના જાહેરનામાં ભંગનો ગુન્હો શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. BNS કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૧ મુજબ, (૧) સુજલ ઉર્ફે સુનો વલ્લભભાઇ વેલજીભાઇ ચાવડા ઉ.૧૯ રહે.ચુનારાવાડ શેરીનં.૯/૧૦ ડાભી હોટલ રાજકોટ (૨) સુરેશભાઇ ધર્મેશભાઇ ડોડીયા ઉ.૨૦ રહે,સીતારામનગર શેરીનં.૨ રાજમોતીમીલ ભાવનગર રોડ રાજકોટ. ચાઇનીઝ દોરીની ફીરકીઓ કુલ નંગ.૬૦ કિ.૨૪૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.