પુરપાટ ઝડપે આવેલ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઇકને હડફેટે લીધું: ગર્ભવતી મહિલાનું બાળક મીસ કેરેજ થઈ ગયું - At This Time

પુરપાટ ઝડપે આવેલ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઇકને હડફેટે લીધું: ગર્ભવતી મહિલાનું બાળક મીસ કેરેજ થઈ ગયું


રાજકોટમાં બેડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવેલ ફોર્ચ્યુનર કારના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇકમાં સવાર દંપતી ફંગોળાયું હતું અને ગર્ભવતી મહિલાનું બાળક મીસ કેરેજ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે બી. ડિવિઝન પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર વેલનાથપરા ભાગ-2 માં રહેતાં મહાદેવભાઈ મનજીભાઈ ગોરૈયા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં કાળા કલરની ફોર્ચ્યુનર કાર નં. જીજે-18-ઈબી-7879 ના ચાલકનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમિટેશનનુ કામ કરે છે અને તેમના લગ્ન છ વર્ષ પહેલાં કિંજલબેન સાથે થયેલ અને સંતાનમાં ચાર વર્ષની દિકરી છે. તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હતો.
ગઇ તા.08 ના તેઓ પત્ની સાથે રાત્રીના અગિયારના વાગ્યાના આસપાસ ઘરેથી નીકળી નકળંગ પાર્કમાં રહેતાં તેમની માસીના દિકરા ઘનશ્યામભાઈના ઘરે ગયેલ અને ત્યાથી બેસીને ગઈ તા.09 ના ઘરે જવા માટે નીકળેલ અને દોઢક વાગ્યાની આસપાસ તેઓ દંપતી બાઇકમાં ઘરે પરત જતા હતા ત્યારે બેડી ચોકડી પહેલા જોનસ હોસ્પિટલ સામે રોડ ઉપર પહોચતા પાછળથી ધડાકા સાથે એક ગાડીએ ટક્કર મારેલ જે અકસ્માતને કારણે બંને રોડ ઉપર પછડાયેલ હતાં.
પાછળથી અકસ્માત કરનાર ગાડીની ટક્કર એટલી જોરથી લાગેલ કે, તેમની પત્ની હવામાં ઉછળીને પડેલ અને તે પણ હવામા ફંગોળાઇ ગયેલ હતો. બનાવમાં તેમની પત્નિ અને તેઓને ગંભીર ઈજા થયેલ હતી. યુવાનને માથામાં અને હાથ-પગમાં ઇજા થયેલ જ્યારે પત્ની કિંજલબેનને માથામાં તેમજ કમરના ભાગે ઇજા થયેલ હતી. બંને ઉભા થવાની સ્થિતીમા પણ ન હતા.
તે સમયે જોયેલ તો એક કાળા કલરની ફોરર્યુનર કાર ઉભી હતી.જેમાં સામાન્ય નુકસાન થયેલ હતુ. ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયેલ હતો. તેમની પત્નીને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ત્યાંથી તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હોય જેથી જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ તો ત્યાં તબીબે મિસ ડિલિવરી થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફોર્ચ્યુનર કારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.